<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

કોયલીવાવ ગામના બસ સ્ટેશન નજીક ફોર વ્હીલ ગાડીએ બાઇકને ટક્કર મારતા દંપતી પૈકી પત્નીનું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના કોયલીવાવ ગામના બસ સ્ટેશન નજીક પૂરપાટ આવતી ફોર વ્હીલ સામેથી આવતી મોટરસાઇકલને અથાડતા બાઇક પર સવાર દંપતી પૈકી પત્નીનું મોત નીપજ્યું હતું
   પ્રાપ્ત વિગતો અનુસાર લીલાબેન વિનેશભાઇ માલજીભાઇ વસાવા (રહે.દેડીયાપાડા બંગલ ફળિયુ તા-ડેડીયાપાડા જી-નર્મદા) નાઓ ની ફરિયાદ મુજબ ફોર વ્હિલ ગાડી નંબર-GJ-22-H-2075 ના ચાલકે પોતાની ફોરવ્હીલર ગાડી પૂરપાટ હંકારી લાવી ફરીયાદીના પિતાજી ભારજીભાઇ હાંદીયાભાઇ વસાવા નાઓની હિરો સ્પ્લેન્ડર મો.સા. નંબર-GJ-22-D-9194 ની સાથે સામેથી એક્સીડન્ટ કરતા ફરી. પિતાજી ને માથાના ભાગે તેમજ કપાળના ભાગે તેમજ ડાબા પગમા તેમજ ડાબા હાથમા ઈજાઓ કરી તેમજ મો.સા.પાછળ બેસેલ તેમના પત્ની રાધાબેન ભારજીભાઇ વસાવા( ઉ.વ.આ.૬૦ )નાઓને શરીરે ગંભીર ઈજાઓ પોહચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ફોર વ્હીલ ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:38 PM IST)