<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ઉતાવળી ગામે લગ્નમાં જતા બે મિત્રોની બાઇકને ફોર વ્હીલ ગાડીએ અથાડતા એકનું મોત

ઇજા પહોચાડી પોતાની ફોરવ્હીલ ગાડી લઇ સ્થળ ઉપરથી નાસી જઈ ગુન્હો કરતા તિલકવાડા પોલીસે ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામમાં લગ્નમાં જતા મિત્રોની બાઇકને ફોર વ્હીલ ગાડીએ ટક્કર મારતા એકનું મોત થયું છે

     પ્રાપ્ત માહિતી અનુસાર શકીલ સિરાજભાઈ સંધી (રહે.માંજરોલ અલકાપુરી તા-સંખેડા જી-છોટાઉદેપુર) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ તેના મિત્ર મરનાર રાજ વિજયભાઈ નાગરની મોટર સાયકલ નંબર GJ-34-M-7295 પર પોતે પાછળ બેસીને તેમના અન્ય મિત્રો સાથે ડભોઈ નાદોદી ભાગોળ ભેગા થઇને ઉતાવળી ગામે તેમની સાથે કોલેજમા અભ્યાસ કરતા મિત્રના બાપાના દિકરાના લગ્નમા હાજરી આપવા માટે આવતા હતા ત્યારે ઉપરોક્ત જણાવેલ તારીખ સમયે ઉતાવળી ચોકડી પર તિલકવાડા સાઇડના રોડ બાજુથી આવતી ફોરવ્હીલ ગાડી નંબર- GJ-06-FC-2224 ના ચાલકે તેની ગાડી પુરઝડપે હંકારી વજેરીયા તરફના રોડ બાજુ વળાવી દેતા આ દરમ્યાન ફરીયાદીના મિત્ર જે તેની મોટર સાયકલ તેની દિશામા સીધા જતા તેની મોટર સાયકલ સાથે એક્સીડન્ટ કરી મોટર સાયકલ ચાલક રાજ વિજયભાઈ નાગરને માથાના પાછળ અંદરના ભાગે ગંભીર ઇજા પહોચાડી તેમજ જમણા પગે ધુંટણથી નીચે તેમજ ડાબા પગના ઘૂંટણથી નીચે ગંભીર ઇજા કરી તથા ડાબી આંખે તેમજ શરીરે ઈજાઓ કરી સ્થળ પર મોત નીપજાવી મોટર સાયકલ પાછળ બેસેલ ફરીયાદીને જમણા હાથે કાંડાના ભાગે ચામડી છોલાઈ ઈજા કરી તેમજ જમણા હાથે કોણીથી ઉપર તથા છાતીમાં ગેબી ઇજા પહોચાડી પોતાની ફોરવ્હીલ ગાડી લઇ સ્થળ ઉપરથી નાસી જઈ ગુન્હો કરતા તિલકવાડા પોલીસે ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:53 PM IST)