તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘર બહાર રમતી ચાર વર્ષની માસુમ બાળકીને કાર ચાલકે કચડી નાખી :પરિવારમાં શોકની લાગણી
ફોનમાં ધ્યાન હોવાને કારણે કાર ચાલકને રમતી બાળકી દેખાઈ નહોતી. પરિવારે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોશા પાર્ક સોસાયટીમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ઘર બહાર આંગણામાં રમતી 4 વર્ષની માસૂમ સ્નેહા પર સોસાયટીમાં રહેતા નીતિન મિશ્રાની કાર ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી. પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે અકસ્માત સમયે કાર ચાલક મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો અને સોસાયટીમાં પણ બેદરકારીપૂર્વક કાર ચલાવી રહ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ફોનમાં ધ્યાન હોવાને કારણે કાર ચાલકને રમતી બાળકી દેખાઈ નહોતી. પરિવારે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરીને તેના વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે. હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં બેદરકારીનું કારણ શું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
