News of Wednesday, 4th November 2026
વડોદરામાંથી ગરીબો અને મધ્યમવર્ગના છત મેળવવાના સ્વપ્નાઓ પર પાણી ફેરવતી ઠગબાજોની ટોળકીનો પર્દાફાશ: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરોડોનો તોડ કરતી કશ્યપ અને જીલની કાળમુખી ટોળકી સામે રૂા. ૯ લાખની મસમોટી ઠગાઈની વધુ એક નવી અને ચોંકાવનારી પોલીસ ફરિયાદ
ઘરનું ઘર મેળવવાની આશામાં જિંદગીભરની મૂડી ગુમાવનારા પીડિતોના આંસુ રોકાતા નથી: ઠગ ટોળકીના એક પછી એક કારનામા બહાર આવતાં જ ગુનાખોરીના આકાઓ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરમાં સરકારી યોજનાઓના નામે માસૂમ નાગરિકોને શિકાર બનાવતી ભેજાબાજ ટોળકીનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સસ્તા ભાવે મકાન અપાવી દેવાની ગુલબાંગો હાંકીને લોકો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતી કશ્યપ અને જીલની શાતિર ટોળકીનો કાળો કારોબાર હવે સંપૂર્ણપણે ઉઘાડો પડી રહ્યો છે.
ગોત્રીરોડના સુદામાનગરમાં રહેતા અને કોયલીમાં એમજીવીસીએલમાં આસિ.લાઇન મેન તરીકે ફરજ બજાવતા પ્રતીકકુમાર બારોટે પોલીસને કહ્યું છે કે,જૂન-૨૦૨૫માં મારા સાળા મારફતે શુભમ મહાવરનો સંપર્ક થયો હતો અને તેણે સુભાનપુરા ઝાંસીકીરાણી સર્કલ પાસે એક દુકાન આપવાની છે તેમ કહી સુરેશ ભજીયા સામે સીએસસી સેન્ટરમાં સંદીપ એસ્ટેટ એજન્સીમાં મીટિંગ કરાવી હતી.
જીલ બારોટ,કશ્યપ જોષી અને રોહન સોલંકીએ દુકાન પેટે રૃ.૯.૦૫ લાખ લીધા હતા અને બાનાખત કરાવી કોર્પોરેશનના સહી-સિક્કા સાથેની રસીદ પણ આપી હતી જેમાં કશ્યપ જોષીનું નામ હતું.ત્યારબાદ જીલે કહ્યું હતું કે,દુકાનના ભાવ વધી ગયા છે અને કશ્યપ પાસે બીજા ગ્રાહકો આવી રહ્યા છે.જેથી દુકાનના રૃ.૩.૩૦ લાખ ભાવ વધાર્યા હતા.
પ્રતીકકુમારે કહ્યું છે કે,માર્ચ-૨૦૨૬માં દુકાનનો દસ્તાવેજ કરવાના હતા. આરોપીઓએ મને વોટ્સએપ પર દસ્તાવેજનો ડ્રાફ્ટ પણ મોકલ્યો હતો.પરંતુ ત્યારપછી વારંવાર બહાના કાઢીને દસ્તાવેજ કરતા નહતા.મને ટોળકી પ્રત્યે શંકા જતાં ગોરવા પોલીસને જાણ કરી છે.
પોલીસે જીલ અશોક બારોટ(ચંદ્રનગર સો.સુભાનપુરા),રોહન લક્ષ્મણસિંહ સોલંકી(સુકુન સ્કવેર,સુરેશ ભજીયા પાસે),શુભમ મહાવર(શ્યામલ,પ્રિયા સિનેમા પાસે,ગોત્રી) અને કશ્યપ રાકેશભાઇ જોષી(પ્રથમ રેસિડેન્સી,પરિવાર ચારરસ્તા પાસે,વાઘોડિયારોડ) સામે ગુનો નોંધ્યો છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
