News of Monday, 16th November 2026
સુરતના તરસાડીમાં તસ્કર ટોળકીએ એક જ રાતમાં 4થી 5 બંધ ઘરોને નિશાન બનાવ્યા :અભિષેક પાર્ક, સાંઈવિલા અને શનિ પાર્ક સોસાયટીમાં ચોરી
ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર: એક જ રાતમાં અનેક ઘરોમાં ચોરી થતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ: ચોર ટોળકીની અવરજવર સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ

સુરતમાં તસ્કર ટોળકીએ એક જ રાતમાં 4થી 5 બંધ ઘરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. તરસાડી ગામમાં આવેલી અભિષેક પાર્ક, સાંઈવિલા અને શનિ પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. તસ્કરોએ બંધ ઘરોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એક જ રાતમાં અનેક ઘરોમાં ચોરી થતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીની અવરજવર સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ હરકતમાં આવી છે અને CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. હવે એક જ રાતમાં અનેક ઘરોને નિશાન બનાવનાર આ ટોળકી ક્યારે પોલીસના સકંજામાં આવે છે તે જોવું રહ્યું.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
