તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
એકતા નગર ખાતે યોજાશે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026’ની ભવ્ય ઉજવણીઃ નરેન્દ્રભાઇની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત પરેડના સાક્ષી બનવા ઓનલાઈન ફ્રી રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સંપૂર્ણ વિગતો જાણો.

ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે તા. 30 અને 31 ઓક્ટોબર ના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ–2026ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે.
આ વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડને વિશાળ ફલક પર આયોજિત કરવામાં આવી રહી છે. પરેડમાં દેશભરના પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો, વિવિધ રાજ્યોના પોલીસ દળો, કલાકારો તથા વિવિધ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.પરેડના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા, પરંપરા અને રાષ્ટ્રીય એકતાના વૈવિધ્યસભર રંગોનું ભવ્ય નિદર્શન કરવામાં આવશે.
આ વર્ષની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ ભવ્ય, આકર્ષક અને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણી દરમિયાન ભારતની એકતા, શક્તિ, અખંડિતતા અને વિવિધતામાં એકતાની ભાવનાનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે.
રાષ્ટ્રીય એકતા દિવસ–2026ની ઉજવણીને જનભાગીદારી સાથે જોડવાના ઉદ્દેશ્યથી ગત વર્ષની જેમ આ વર્ષે નાગરિકોને પણ રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહીને આ ભવ્ય રાષ્ટ્રીય પર્વના સાક્ષી બનવાની અનમોલ તક મળી છે. આ માટે વિશેષ વેબસાઈટ www.rashtriyaektadiwas.com લોન્ચ કરવામાં આવી છે.
નાગરિકો વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી જરૂરી માહિતી તથા દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓથોરિટી દ્વારા નોંધાયેલા ઈ-મેઈલ સરનામે કન્ફર્મેશન/એન્ટ્રી પાસ મોકલવામાં આવશે.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને નોંધણી ‘વહેલા તે પહેલાં’ના ધોરણે કરવામાં આવશે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
