હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આણંદ શહેર ખાતે ચેસ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું : કુલ ૯૫ ખેલાડીઓ એ ભાગ લીધો
વાલીઓ અને રમતપ્રેમીઓએ આયોજનની પ્રશંસા કરી:આયોજકોએ ભવિષ્યમાં પણ આવી વધુ ચેસ સ્પર્ધાઓ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

(ભરત શાહ દ્વારા )નર્મદા: આણંદ શહેર ખાતે આવેલ Shaan AV Fortune Mall માં તા. 17/05/2026 ના રોજ ચેસ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન KR Chess Treasures દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ 95 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ પોતાની બુદ્ધિશક્તિ અને રમતકૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
ભાવેશ મુલાણી અને તેજલબેન રાવ દ્વારા સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો. આયોજક ક્રુણાલસિંહ રાવ અને સંજય ચૌહાણ દ્વારા ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાના વિવિધ વિભાગોમાં વિજેતાઓ નીચે મુજબ રહ્યા હતા:
અન્ડર-11 એજ કેટેગરી
પ્રથમ સ્થાન – પટેલ ઓમ બિપિનભાઈ
દ્વિતીય સ્થાન – પટેલ નિહિત અશ્વિનકુમાર
તૃતીય સ્થાન – ચૌહાણ નિકુલકુમાર સંજયભાઈ
અન્ડર-16 એજ કેટેગરી
પ્રથમ સ્થાન – ચૌહાણ રોહિતકુમાર રમણભાઈ
દ્વિતીય સ્થાન – વેમુલા કાર્તિ
તૃતીય સ્થાન – નિશિલ પટેલ
ઓપન એજ કેટેગરી
પ્રથમ સ્થાન – આયુષ તલાટી
દ્વિતીય સ્થાન – ધવલ દરજી
તૃતીય સ્થાન – ભૃગુેશ પ્રજાપતિ
વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વાલીઓ અને રમતપ્રેમીઓએ આયોજનની પ્રશંસા કરી હતી. આયોજકોએ ભવિષ્યમાં પણ આવી વધુ ચેસ સ્પર્ધાઓ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
