<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

યાત્રાધામ ડાકોરમા જગવિખ્યાત રણછોડરાય મંદિરે ભક્તિસભર માહોલમાં ગોવર્ધન પૂજાનું ભવ્ય આયોજન

વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી ગોવર્ધન પૂજા સંપન્ન થયા બાદ વિશેષ શણગારેલી ગાયોને આ પર્વત પરથી પસાર કરવામાં આવી

યાત્રાધામ ડાકોરમા જગવિખ્યાત રણછોડરાય મંદિરે ભક્તિસભર માહોલમાં ગોવર્ધન પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દ્વાપર યુગની પૌરાણિક પરંપરાને જીવંત કરતા મંદિર પરિસરમાં રણછોડરાયજીના સન્મુખ મંદિર પરિસરમાં જ છાણ, લીલી વનસ્પતિ અને વૃક્ષોનો ઉપયોગ કરીને અદ્ભુત અને મનમોહક ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી ગોવર્ધન પૂજા સંપન્ન થયા બાદ વિશેષ શણગારેલી ગાયોને આ પર્વત પરથી પસાર કરવામાં આવી હતી. આ અનોખા દર્શનનો લહાવો લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા..

(4:40 PM IST)