<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા યોજાઈ :સાબરમતી નદીમાંથી 108 કળશમાં પવિત્ર જળ લવાયું.

જળયાત્રામાં ગજરાજ, બળદગાડા, ભજન મંડળી જોડાયા: ભગવાન જગન્નાથજીનો ખાસ જયેષ્ઠા અભિષેક કરવામાં આવશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા યોજાઈ હતી 

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા યોજાઈ રહી છે. વાજતે ગાજતે જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી છે. જળયાત્રા એ ભગવાન જગન્નાથની રથયાત્રાની પ્રારંભિક વિધિ છે. આ જળયાત્રામાં ગજરાજ, બળદગાડા, ભજન મંડળી જોડાયા છે. સાબરમતી નદીમાંથી 108 કળશમાં પવિત્ર જળ લવાયું. હવે, ભગવાન જગન્નાથજીનો ખાસ જયેષ્ઠા અભિષેક કરવામાં આવશે. સુગંધિત દ્રવ્યો અને નદીના જળથી જળાભિષેક કરવામાં આવશે

(2:07 PM IST)