તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
અરબ સાગરમાં ભારે દબાણની અસર વર્તાશે : સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે : ઊંચા મોજા ઉછાળવાની શકયતા
29 મેથી 1 જૂન દરમિયાન આ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45-55 કિ.મીથી લઇને 65 કિ.મી પ્રતિ કલાક રહી શકે

અમદાવાદ : અરબ સાગરમાં ભારે દબાણની અશર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના ભાગો ખાસ કરીને પોરબંદર, સિક્કા, બેડી, ઓખા, સલાયા, નવલખી, કંડલા, મુંદ્રા, માંડવી(કચ્છ, જખૌમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. 29 મેથી 1 જૂન દરમિયાન આ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45-55 કિ.મીથી લઇને 65 કિ.મી પ્રતિ કલાક રહી શકે છે. આ ઉપરાંત અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદરના દરિયકાંઠાના વિસ્તારોમાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેના પગલે સ્વેલ સર્જ અને હાઇ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
