<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

વીરપોર ત્રણ રસ્તા પાસે હાઈવા ટ્રકે ફોર વ્હીલ ગાડી સાથે અથાડતા એકનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વિરપોર ત્રણ રસ્તા પાસે પૂરપાટ આવતી હાઈવાટ્રકે ફોર વ્હીલ ગાડી સાથે અથડાતા એકનું મોત નીપજ્યું હતું

   પ્રાપ્ત માહિતી અનુસાર ચેતનભાઈ અંબુભાઇ વસાવા (ઉ.વ.૩૪)( રહે. ઢોલાર, ગધેડીયું ફળીયુ તા.નાંદોદ જી. નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતા અંબુભાઈ ભુલાભાઈ વસાવા (ઉ.વ.૬૦)( રહે.ઢોલાર ગધેડીયું ફળીયુ તા.નાદોદ જી.નર્મદા) નાઓ પોતાના કબજાની મારૂતિ સુઝુકી કંપનીની બલેનો ફોર વ્હિલ ગાડી નંબર GJ-22-P-2507 લઈ મોટા રાયપુરા ગામેથી પોતાના ઘરે ઢોલાર ગામે આવતા હતા. તે વખતે હાઈવા ટ્રક DD-01-H-9882 ના ચાલકે પોતાના કબજાની હાઈવા ટ્રક પુરઝડપે હંકારી લાવી અંબુભાઈ ભુલાભાઈ વસાવા નાઓની મારૂતિ સુઝુકી કંપનીની બલેનો ફોર વ્હિલ ગાડી સાથે એક્સિડેન્ટ કરી મરનાર.અંબુભાઈ ને માથાના પાછળના ભાગે તથા કાનના ભાગે ગંભીર ઈજા પોહચાડી મોત નિપજાવી પોતાના કબજાનું હાઈવા ટ્રક લઈ નાશી જઈ ગુનો કરતા આમલેથા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(9:43 PM IST)