<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સંતરોડ-સંતરામપુર માર્ગ પર એક્ટિવા અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત :ત્રણ યુવકોનાં કરૂણમોત

મોરવાહડફ વિસ્તારમાં અગરવાડા નજીક અકસમાત :મૃતકો સંતરામપુરના ડોળી લીમડી ગામના રહેવાસી

પંચમહાલ જિલ્લામાં મોરવાહડફના અગરવાડા નજીક સંતરોડ-સંતરામપુર માર્ગ પર એક્ટિવા અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોનાં કરુણ મોત નીપજ્યાં છે. એકસાથે ત્રણ યુવાનોએ જીવ ગુમાવતાં મૃતકોના પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં પણ ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ વિસ્તારમાં આવેલા અગરવાડા નજીક સંતરોડ-સંતરામપુર માર્ગ પરથી એક્ટિવા પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક્ટિવા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા પર સવાર ત્રણેય યુવકોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ગંભીરતાને કારણે ત્રણેય યુવકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

 

 

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય યુવકો એક જ એક્ટિવા પર સવાર હતા. એકસાથે ત્રણ યુવકોનાં મોતના સમાચાર સામે આવતાં તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકો સંતરામપુર તાલુકાના ડોળી લીમડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવાન વયે ત્રણેયના અકાળે અવસાનથી ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

 

 

અકાળે ત્રણ યુવકોનાં મોતની ઘટનાથી ડોળી લીમડી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જે પરિવારોમાં યુવકોની હાજરીથી ખુશી અને આશા હતી, ત્યાં હવે માતમ છવાયો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ છે.

 

ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, એક્ટિવા અને ઇકો કાર વચ્ચે ટક્કર કેવી રીતે થઈ અને દુર્ઘટના પાછળનાં ચોક્કસ કારણો શું હતાં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

(7:51 PM IST)