<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

આકરી ગરમીમાં રાજપીપળા નવા ફળિયામાં રહેણાક મકાનમાં અચાનક આગ લાગતા ઘર વખરી ખાક

જોકે મકાન માલિક આ ઘર બંધ કરી એની જગ્યા પર રહેતા હોય બંધ મકાનમાં આગ કઈ રીતે લાગી એ જાણવા મળ્યું નથી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેરમાં આવેલા નવા ફળિયા વિસ્તારના એક બંધ રહેણાક મકાનમાં આગ લાગવાની ઘટનામા અંદર મૂકેલો તમામ ઘરનો સામાન બળી ગયો હતો.

   મળતી વિગતો અનુસાર રાજપીપળા નવા ફળિયામાં રહેતા આસિફ બલૂચીના મકાનમાં અચાનક કોઈક કારણોસર આગ લાગી ત્યારે રાજપીપળા નગરપાલિકાના બે ફાયર ફાઇટરોએ આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે મકાન માલિક પરિવાર સાથે અન્ય જગ્યા પર રહેતા હોવાથી નવા ફળિયાના તેમનું આ મકાન બંધ હોય ત્યારે બંધ મકાનમાં આગ કઈ રીતે લાગી તે જાણી શકાયું નથી. કદાચ આકરી ગરમીમાં આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. આગ ની ઘટના મા ફળિયાના લોકો અને પાલિકા સદસ્ય ઈલુભાઈ બક્ષી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

(10:12 PM IST)