<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

યાત્રાધામ પાવાગઢમાં દેવદિવાળીના પવિત્ર પર્વે ભક્તોની ભારે ભીડ ઉમટી

મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના શિખર પર ધજા અર્પણ :ભક્તોએ માતાજીની મંગળા આરતી અને અન્નકૂટનાં દર્શન કરી ધન્યતા અનુભવી

પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં દેવદિવાળીના પવિત્ર પર્વે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાના દર્શન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ભક્તોએ માતાજીની મંગળા આરતી અને અન્નકૂટનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

  દેવદિવાળીના પર્વને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના શિખર પર ધજા અર્પણ કરવામાં આવી હતી. ભક્તોએ માતાજીનાં દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી

(1:34 PM IST)