News of Tuesday, 28th April 2026
વડોદરા મનપાની ચૂંટણીમાં વોર્ડ-1માં જબરો ઉલટફેર : કોંગ્રેસનો ગઢ ધરાશાયી: અપક્ષ અને ભાજપનો વિજય
વોર્ડ નંબર-1માં કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર હરીશ પટેલે સર્જ્યો છે, જેઓ અપક્ષ તરીકે લડીને 13,372 મતોની જંગી લીડ સાથે વિજેતા બન્યા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 1માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતા ભાજપ અને અપક્ષે મેદાન માર્યું છે. 2021માં આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી, પરંતુ આ વખતે આંતરિક મતભેદો અને ટિકિટ વહેંચણીના વિવાદને કારણે પક્ષે ત્રણ બેઠકો ગુમાવવી પડી છે. આ ચૂંટણીમાં ભાજપના કુંદનબેન ટેલર (12,535 મત) અને ભુરસીંગ રાઠવા (10,106 મત) વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસમાંથી માત્ર પુષ્પાબેન વાઘેલા (13,341 મત) પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે. સૌથી મોટો ઉલટફેર કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર હરીશ પટેલે સર્જ્યો છે, જેઓ અપક્ષ તરીકે લડીને 13,372 મતોની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબેન રાવતને 11,920 મત મળવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, જે કોંગ્રેસ માટે મોટો આંચકો ગણાય છે
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
