તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
કલાગુરૂ સનત ઠાકરના ચિત્ર સર્જનની માહિતી માટે નમ્ર અપીલ

રાજકોટ : કલાજગતમાં ખ્યાતિપ્રાપ્ત અમદાવાદની ‘આર્ચર ગેલેરી'ના શ્રી અનિલભાઈ રેલિયા આ વર્ષના અંત પહેલાં કલાગુરુ સ્વ.સનત ઠાકરના નેત્રદીપક ચિત્રોનું પ્રદર્શન તથા તેમના બહુઆયામી વ્યક્તિત્વના જીવન અને કલાસર્જનને આવરીને ઉજાગર કરતો ગ્રંથ પ્રકાશિત કરવા કરવા જઈ રહ્યા છે. હૈદરાબાદ (સિંધ), બહેરીન, મુંબઈ વગેરે સ્થળોએ થઈને રાજકોટને કર્મભૂમિ બનાવનાર આજીવન કલાસાધક ‘ઠાકર સાહેબ' વિશેના આ ગ્રંથનું આલેખન જાણીતા વિવેચક, ફિલ્મોના અવલોકનકાર, ઈતિહાસકાર, લેખક અને કયુરેટર તજજ્ઞ શ્રી અમળત ગંગર કરનાર છે. ઠાકરસાહેબના જીવન અને સર્જન વિષે તલસ્પર્શી અભ્યાસપૂર્ણ માહિતી એકત્ર કરવા માટે શ્રી ગંગરસાહેબ તારીખ ૧૩ જૂન થી ૧૭ જૂન ૨૬ સુધી રાજકોટમાં રહીને ઠાકર સાહેબના વિદ્યાર્થીઓ, ચાહકો, ભાવકો, શુભેચ્છકો અને જાણકારોને મળશે.
માહિતી માટે ખુટતી કડીઓનું અનુસંધાન મેળવવા માટે તેમજ શ્રી ઠાકર સાહેબના કલા સર્જન અનેકાનેક સંસ્થાઓ, પરિવારના વડીલોના પોટ્રેટ (ભ્બ્ય્વ્ય્ખ્ત્વ્લ્) બનાવેલ તેમજ બહોળા પ્રમાણમાં કલાપ્રિય વ્યક્તિઓ પાસે તેમના ચિત્રસર્જનો હશે, આ બધું સર્જન કલામર્મજ્ઞ શ્રી ગંગરસાહેબ ઉંડા અભ્યાસ માટે નિહાળવા ઈચ્છે છે. તો આ કલાસર્જનોની માહિતી વોટ્સએપ નંબર ૭૯૮૪૦ ૨૦૦૮૬ ઉપર મોકલવા માટે આગોતરા આભાર સાથે નમ્ર વિનંતી સનત ઠાકર પરિવાર દ્વારા કરવામાં આવે છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
