તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
દાહોદમાં ઇન્દોર-અમદાવાદ હાઇવે નજીક એક્સપાયરી ડેટની દવાઓનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ
દવાઓનો જથ્થો સળગાવીને નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ વચ્ચે દવાઓના નિકાલની પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા

દાહોદમાં ઇન્દોર-અમદાવાદ હાઇવે નજીક એક્સપાયરી ડેટની દવાઓનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચ્યો છે. દવાઓનો જથ્થો સળગાવીને નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ વચ્ચે દવાઓના નિકાલની પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે. વરસાદી વિસ્તારમાં દવાઓ પડેલી હોવાથી તે પાણીમાં ભળે તો ગંભીર નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દવાઓ સરકારી છે કે ખાનગી તે અંગે પણ સવાલો ઉઠ્યા છે, સાથે આરોગ્ય, ડ્રગ અને GPCB તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
