<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો : વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા વરસ્યા

સાંજે વીજળીના ભારે કડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો: પાલનપુર શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લા મથક પાલનપુર શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની આગમન કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળી છે.

આજે સાંજ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ જોતજોતામાં વીજળીના ભારે કડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પાલનપુર શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી પરંતુ ગરમીથી રાહત મળતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

માત્ર પાલનપુર જ નહીં, પરંતુ તેની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારો જેવા કે લુણવા, મલાણા અને અન્ય પંથકોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે, કારણ કે આ વરસાદ વાવેતર કરેલા પાક માટે અમૃત સમાન સાબિત થશે.

(11:08 PM IST)