તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
સુરતમાં નકલી સાબુ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું:સરથાણા વિસ્તારમાં ‘સૂર્યોદય રો-હાઉસ’ના મકાનમાં ધમધમતી નકલી સાબુની ફેક્ટરી પકડાઈ
પૂણેની પ્રખ્યાત કંપની ‘યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડ’ના લોગો અને ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરી નકલી સાબુ બનાવાતા:પોલીસે આશરે રૂપિયા 6,67,500 ની કિંમતનો નકલી મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરત શહેરમાં નકલી સાબુ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. વોશિંગ પાવડર અને શેમ્પૂ બાદ સુરતમાં હવે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સાબુ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. સરથાણા વિસ્તારમાં આવેલા ‘સૂર્યોદય રો-હાઉસ’ના એક મકાનમાં નકલી સાબુની ફેક્ટરી ચાલતી હતી
સરથાણા પોલીસે બાતમીના આધારે મકાનમાં આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા. પૂણેની પ્રખ્યાત કંપની ‘યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડ’ના લોગો અને ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરી નકલી સાબુ બનાવાતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આશરે રૂપિયા 6,67,500 ની કિંમતનો નકલી મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ દરોડા દરમિયાન ફેક્ટરી ચલાવતો મુખ્ય આરોપી રાજભાઈ પ્રેમજીભાઈ ઘેવરીયા રંગેહાથ ઝડપાયો હતો સર્ચ દરમિયાન અલગ-અલગ બોક્સમાંથી ‘GHAR SOAP’ અને ‘MAGIC BAR’ ના કુલ 850 નંગ નકલી સાબુ મળી આવ્યા હતા મકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના ખાલી કવરો, સાબુ બનાવવાની 30 નંગ પ્લેટો અને ડાઈ (બીબા) પણ મળી આવ્યા હતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
