<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

અમદાવાદમા ખાડિયાની સોનીની દુકાનમાં દિવસે ધોળે ફાયરિંગ કરી કરોડોની લૂંટ કરનાર ગેંગનો મુખ્ય આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો, રિમાન્ડ મેળવી વધુ તપાસ

ગત મહિને ખાડિયામાં આવેલી જાણીતી જ્વેલર્સમાં 4 શખ્સોએ ફાયરિંગ કરી 3 કરોડનું સોનું લૂંટ્યું હતું, ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મુખ્ય સૂત્રધારને દબોચ્યો, અન્ય આરોપીઓની શોધખોળ

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગત મહિને દિવસે ધોળે સોનીની દુકાનમાં ફાયરિંગ કરીને 3 કરોડથી વધુના સોનાની લૂંટ કરનાર ગેંગનો મુખ્ય આરોપી આખરે ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

ગત મહિને 4 હથિયારધારી શખ્સો ખાડિયાની એક જાણીતી જ્વેલર્સની દુકાનમાં ઘૂસી ગયા હતા. આરોપીઓએ હવામાં ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો અને દુકાનમાંથી લાખોનું સોનું અને રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો આરોપીઓને પકડવા કામે લાગી હતી. 

આજે પોલીસને સફળતા મળી છે અને આ લૂંટનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ અન્ય સાગરીતોના નામ પણ આપ્યા છે. લૂંટેલું સોનું ક્યાં સંતાડ્યું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

(4:35 PM IST)