તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
દેડિયાપાડા તાલુકાના ઘાંટોલી ગામે આડા સબંધનો વહેમ રાખી ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાની કોશિસ કરનાર સામે ફરીયાદ
ના રહેણાંક ઘરે જઈ મારી નાખવાના ઇરાદે ચપ્પુ વડે હૂમલો કરી ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઘાંટોલી ગામમાં આડા સંબંધનો વ્હેમ રાખી જીવલેણ હુમલો કરનાર શખ્શ વિરુદ્ધ ફરિયાદ થતાં તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રકાશભાઇ પાંડીયાભાઈ વસાવા (ઉ.વ.૩૫)( રહે.ઘાંટોલી નિશાળ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ હુમલો કરનાર આશિકભાઇ ઉદેસિંગ ભાઇ વસાવા (રહે.ઘાંટોલી નવા ફળીયા તા.દેડીયાપાડા જી.નર્મદા) નાએ તેમની પત્ની અર્ચનાબેન સાથે ઇજા પામનાર ફરીયાદીના આડા સબંધ હોવાનો વ્હેમ રાખી ફરીયાદી સાથે અવાર નવાર ઝગડો કરી ફરીયાદીને ગમેતેમ મા-બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરીયાદીના રહેણાંક ઘરે જઈ મારી નાખવાના ઇરાદે ચપ્પુ વડે હૂમલો કરી ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોચાડી હત્યાની કોશિશ કરતા તિલકવાડા પોલીસે આશિકભાઇ ઉદેસિંગ ભાઇ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
