News of Wednesday, 13th May 2026
નડિયાદ રેલવે સ્ટેશન પાસે જાણીતી વડાપાઉંની દુકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી :અફરાતફરીનો માહોલ
દુકાનમાં રહેલા ગેસ સિલિન્ડરમાં લાગી હતી આગ: ફાયર ફાઈટરોએ પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી

નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલી એક જાણીતી વડાપાઉંની દુકાનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
નડિયાદ રેલવે સ્ટેશન પર દુકાનમાં રહેલા ગેસ સિલિન્ડરમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ વોટર બાઉઝર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.શહેરના સૌથી વ્યસ્ત અને 24 કલાક ધમધમતા રેલવે સ્ટેશન રોડ પર આ દુકાન આવેલી હોવા છતાં ત્યાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
