તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
સાણંદ GIDCમાં વન્ડર ગેટ નજીક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી :સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા
આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો પાર્ટ્સનો જથ્થો અને ટ્રોલીઓ જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગઈ

અમદાવાદના સાણંદ GIDCમાં વન્ડર ગેટ નજીક આવેલી IPD નામની ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો પાર્ટ્સનો જથ્થો અને ટ્રોલીઓ જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, સાણંદ GIDCમાં કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી. એકાદ કલાકથી વધુ સમય સુધી કંપનીમાં આગ રહી હતી. આગના બનાવને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
