<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

કુંડીઆંબા ગામ ખાતે વિકસિત પંચાયત અંગે બેઠક યોજાઈ:

અમદાવાદથી આવેલી ટીમ સાથે ચિકદા તાલુકાના કુંડીઆંબા ગામના વિકાસ મુદ્દે ચર્ચા

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના કુંડીઆંબા ગામ ખાતે “વિકસિત પંચાયત” અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદથી આવેલી ટીમે ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન ગરીબી મુક્ત ગામ, સ્વચ્છતા, ગામમાં રોજગારીની તકો, પાણીની સમસ્યા તેમજ સામાજિક સુરક્ષા જેવા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગામના સર્વાંગી વિકાસ માટે જરૂરી આયોજન અને લોકોની સમસ્યાઓ અંગે ટીમે માહિતી મેળવી હતી.
આ બેઠકમાં સરપંચ ભારતીબેન મગનભાઈ વસાવા, મગનભાઈ સોનજીભાઈ વસાવા, ગુલાબભાઈ દશરિયાભાઈ વસાવા, યોગેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા, કમલેશભાઈ જાતરભાઈ વસાવા સહિત ગામના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ વિકાસને ગતિ આપવા અને સરકારની યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચે તે માટે સહકારથી કામ કરવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો.

(10:05 PM IST)