તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
બાબદા ગામની શેર નદીમા એક આધેડ વ્યક્તિ તણાઈ જતા મોત થયું હતું
બીજા દિવસે તેમનો મૃતદેહ મળી આવતા દેડિયાપાડા પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લના દેડિયાપાડા તાલુકાના બાબદા ગામ પાસે શેર નદી ઉપર આવેલ ડાઇવઝનના રસ્તા પર એક આધેડ વ્યક્તિ તણાઈ જતા શોધખોળ થઈ રહી હતી જેમા તેમનો મૃતદેહ મળી આવતા પરિવારે અંતિમવિધિ કરી હતી.
મળતી માહિતી અનુસાર તણાઈ ગયેલા બથડીયાભાઈ ડેબાભાઈ વસાવા (ઉં.વ.આ.૭૫)( રહે. બાબદા ડુંગરીવાળુ ફળીયુ તા.ચીકદા) નાઓ પોતાના ખેતરેથી બે બળદો લઈ ઘરે જતા હતા તે વખતે બાબદા અને વાડવા વચ્ચે આવેલી શેર નદીમાં આપેલ ડાઈવરઝન વાળા રસ્તા ઉપરથી પસાર થતા નદીના પ્રવાહમાં તણાઇ જઇ ખોવાય ગયેલ હોય જેઓ મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના,ઉંચાઇ આશરે ૫ ફુટ તથા શરીરે સફેદ કલરની ધોતી તથા રાખોડી કલરની ટી-શર્ટ પહેરેલ છે. બીજા દિવસે તેમનો મૃતદેહ મળી આવતા દેડિયાપાડા પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
