News of Tuesday, 3rd November 2026
વડોદરાના વ્યસ્ત રોડ પર જતા એક વેપારીની કાર સાથે જાણીબૂજીને માથાકૂટ અને નાનો અકસ્માત સર્જીને નજર ચૂકવીને કારમાંથી રૂપિયા ૬૫,૦၀၀ રોકડા સહીત ડોક્યુમેન્ટ્સ ચોરી લીધા
ટ્રાફિક વચ્ચે અચાનક ગાડી અટકાવીને ડ્રાઇવરનું ધ્યાન ભટકાવવાના આ ખતરનાક ખેલથી શહેરમાં હાહાકાર મચી ગયો: પીડિત વેપારી અને અન્ય વેપારીઓના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરના એક ગીચ અને ચહલપહલ વાળા વિસ્તારમાંથી કાયદો અને સુરક્ષા વ્યવસ્થાનના ધજાગરા ઉડાવતી એક અત્યંત ધ્રુજારી ઉપજાવે તેવી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! વડોદરામાં વેપાર ધંધો કરતા એક વેપારી પોતાની કાર લઈને સામાન્ય રીતે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન શાતિર ચોરો અને ગઠિયાઓએ તેમની ગાડીને ટાર્ગેટ બનાવી હતી.
વડોદરા જિલ્લાના પોર ખાતે રહેતા અને દુધના વેપારી હસમુખ ભગવતીપ્રસાદ શર્મા(૩૩)એ ફરિયાદમાં કહ્યું કે ગત્ ૩૧ ઓક્ટોબરે સાંજે સાડા છ વાગ્યે હું મારા મિત્ર જિજ્ઞોશ સાથે લાલબાગ બ્રિજથી રાજમહેલ રોડ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ઈન્દુમતી પેલેસ પાસે મારી કારની ટક્કર વાગવાથી એક સ્કૂટર સવાર બહેન (જિગીશાબેન) રસ્તા પર પટકાયાં હતાં, જેથી મેં મારી કાર રસ્તાની સાઈડમાં ઊભી રાખી હતી.
વધુમાં ઉમેર્યું કે ઘટનાના પગલે સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થયું હતું. તે વખતે એક મહિલા તથા એક પુરૃષે મારા હાથમાંથી કારની ચાવી જબરજસ્તીથી આંચકી લીધી હતી. હું અકસ્માતથી રસ્તા પર પટકાયેલાં બહેનની મદદે ગયો હતો ત્યારે તેઓ બંને મારી કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ મેં કારની ચાવી પરત માગતા આપી નહોતી અને તેઓએ કારના ડેશબોર્ડના ખાનામાંથી આરસીબૂક,ઈન્સ્યોરન્સ પોલિસી તથા રોકડા રૃા.૬૫ હજાર કાઢી લીધા હતા. આ બાજુ, પોલીસ અમને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
પોલીસ સ્ટેશન ખાતે પણ મેં મારા રૃપિયાની માગ કરતા બંનેએ રૃપિયા પરત નહીં આપી ' જો તું વધુ કરીશ અથવા પોલીસને જાણ કરીશ તો હું છેડતીની ખોટી ફરિયાદ આપીશ' તેવી ધમકી આપી હતી. મહિલાનું નામ સૃષ્ટિ પટેલ અને તેની સાથેના ઈસમનું નામ રાજ સૈયદ હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ સ્ટેશનથી જતી વખતે બંને ' બાય..બાય...હેપ્પી દિવાલી' એમ કહી જતા રહ્યા છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે સૃષ્ટિ પટેલ અને રાજ સૈયદ નામની વ્યક્તિની શોધખોળ શરુ કરી છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
