<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સુરતના કામરેજ તાપી બ્રિજ પરથી ઘરકંકાસના કારણે આત્મહત્યા કરવા જતા સગીરને ટ્રેફિક પોલીસે બચાવ્યો

સગીરને પોલીસે સમયસર પહોંચીને નવજીવન આપ્યું: સમયસૂચકતા દાખવીને સગીરનો જીવ બચાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરીની ભારે પ્રશંસા

સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસની પ્રશંસનીય અને સરાહનીય કામગીરી સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ સ્થિત તાપી નદીના બ્રિજ પરથી આત્મહત્યા કરવા જઈ રહેલા એક સગીરને પોલીસે સમયસર પહોંચીને નવજીવન આપ્યું છે. સમયસૂચકતા દાખવીને સગીરનો જીવ બચાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.

 

મળતી માહિતી મુજબ, ઘરકંકાસના કારણે મનદુઃખ થતાં આવેશમાં આવી ગયેલા એક સગીરે કામરેજના તાપી નદીના બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 

 

આ દરમિયાન બ્રિજ પરથી પસાર થઈ રહેલા સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસના વુમન લોકરક્ષક પિંકલ તખતસિંહની નજર કૂદવાનો પ્રયત્ન કરી રહેલા સગીર પર પડી હતી. તેમણે સહેજ પણ વાર કર્યા વિના તાત્કાલિક દોડી જઈને સગીરને પકડી લીધો હતો અને બ્રિજ પરથી નીચે કૂદતા અટકાવ્યો હતો.

આત્મહત્યાનો પ્રયાસ કરનાર સગીરની પ્રાથમિક પૂછપરછમાં પરિવારમાં થયેલા ઘરકંકાસના કારણે આ પગલું ભરવા જઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સગીરનું કાઉન્સેલિંગ કરી તેને સાંત્વના આપી હતી. ત્યારબાદ આગળની જરૂરી કાર્યવાહી અને વાલી-વારસોને સોંપવા માટે સગીરને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

 

(7:40 PM IST)