News of Sunday, 19th July 2026
અમદાવાદના રામોલ વિસ્તારમાં વધુ એક શંકાસ્પદ ફેક્ટરીએ તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા
રામોલ વિસ્તારમાં થયેલા ગંભીર વિસ્ફોટ બાદ જે વિગતો બહાર આવેલ વિગત શહેર માટે લાલબત્તી સમાન:ગીચ વસ્તી વચ્ચે ધમધમતી આ મોતની ફેક્ટરીઓ કઈ રીતે કાર્યરત છે અને કયા કદાવર લોકોનો તેમને આશરો છે?

અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલા ગંભીર વિસ્ફોટ બાદ બહાર વેલી વિગતો આખા શહેર માટે લાલબત્તી સમાન છે. રિપોર્ટ મુજબ, વિસ્ફોટના સ્થળથી માત્ર 300 મીટરના અંતરે વધુ એક શંકાસ્પદ ફટાકડા ઉત્પાદન એકમ ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓનો આ ગઢ માનવ જિંદગીઓ સાથે સીધો ખેલ કરી રહ્યો છે.
ઘટનાસ્થળની આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ઝાડી-ઝાંખરા અને ફેક્ટરીના પાછળના ભાગમાં ખૂબ જ ચાલાકીથી ફટાકડા બનાવવાનું યુનિટ છુપાવીને રાખવામાં આવ્યું હતું. બહારથી જોતા આ સ્થળ કોઈને શંકા પણ ન જાય તે રીતે નિર્જન લાગે છે, પરંતુ અંદર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહિત હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. ઘટના બાદ જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે આ ફેક્ટરીમાં કોઈ સંચાલક કે કર્મચારી મળી આવ્યા નહોતા. પ્રાથમિક અનુમાન મુજબ, પોલીસ અને તંત્રના ડરથી સંચાલકો સામાન છોડીને ફરાર થઈ ગયા છે.
આ એકમમાં ફટાકડાનું જોખમી ઉત્પાદન થતું હોવાની પ્રબળ આશંકા છે. રામોલ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. એક બ્લાસ્ટ થયા બાદ પણ આસપાસના વિસ્તારમાં આવા અનેક શંકાસ્પદ એકમો ધમધમી રહ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. હવે સવાલ એ છે કે, રહેણાંક વિસ્તારોમાં આ જોખમી કેમિકલ અને દારૂગોળાનું કામ કોની મિલીભગતથી ચાલી રહ્યું છે? તંત્ર દ્વારા આ વિસ્તારની તમામ શંકાસ્પદ ફેક્ટરીઓની તાત્કાલિક અને સઘન તપાસ કરવી અનિવાર્ય બની ગઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારતને ટાળી શકાય.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
