<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

વિકાસથી સુશાસન અને ઔદ્યોગિક વિસ્‍તરણ સુધીની નવી દિશા ‘‘ગ્રીટ'' ગુજરાતનું પોતાનું નિતિ આયોગ

ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકારનું ચોથું વર્ષઃ ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪થી ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ : દાદાની સરકારનું ચોથું વર્ષ જાણે બન્‍યું ‘‘અર્બન ડેવલપમેન્‍ટ વર્ષ'' ગુજરાત ને મળી ૯ નવી મહાનગરપાલિકાઓઃ વાપી, નવસારી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્‍દ્રનગર - વઢવાણ, મોરબી, પોરબંદર - છાયા, અને ગાંધીધામ શહેરનો કરાયો સમાવેશઃ વાપી માટે પણ રહ્યો ઐતિહાસિક નિર્ણય.... વર્ષ ૨૦૨૫-૨૬ નું અ ધ ધ....બજેટ રૂ.૩.૬૫ લાખ કરોડ : સુરત, અમદાવાદ, વડોદરા, કરછ, કોસ્‍ટલ સૌરાષ્‍ટ્ર બનશે ગુજરાત ના ગ્રોથ હબ : ઇલેક્‍ટ્રિક વાહનોને પ્રોત્‍સાહન આપવા વાહન કરમાં કરાયો ફેરફાર શિક્ષણ ક્ષેત્રે નમો લક્ષ્મી અને નમો સરસ્‍વતીનો કરાયો વિસ્‍તારઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારનો ચોથા વર્ષમાં સેમિકન્‍ડક્‍ટર અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ક્ષેત્રે વધુ મજબૂતી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ મુખ્‍યમંત્રી તરીકે ભુપેન્‍દ્ર ભાઈ પટેલે સરળતા થી ૩ વર્ષ પૂર્ણ કર્યા બાદ જ્‍યારે ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો ત્‍યારે રાજકીય સ્‍થિતિ પહેલા ની તુલનામાં ઘણી અલગ થઈ હતી , ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૮૨માંથી ૧૫૬ બેઠકોની ઐતિહાસિક જીત મળી હતી  ત્‍યારબાદ ભૂપેન્‍દ્રભાઈ બીજી વખત મુખ્‍યમંત્રી બન્‍યા હતા , હવે સરકાર સામે ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી પહેલાં વિકાસ ને વધુ ઝડપ આપવા ની અને શહેરી તથા ઔદ્યોગિક ગુજરાત ને નવી દિશા આપવાની જવાબદારી હતી.

આ ચોથા વર્ષમાં સરકારની કામગીરીનો ફોકસ ખાસ કરીને , સુશાસન + ઔદ્યોગિક વિકાસ + રોજગાર + શહેરી વિકાસ + ટેકનોલોજી +લાંબા ગાળાનું આયોજન પર જોવા મળ્‍યો.

ચોથા વર્ષની શરૂઆત માં જ ‘‘ગ્રીટ ''  ગુજરાત નું પોતાનું નિતિ આયોગ

ચોથા વર્ષની શરૂઆત પહેલાં જ, ૧૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ ના રોજ, ગુજરાત સરકારે ગુજરાત સ્‍ટેટ ઇન્‍સ્‍ટિટયુશન ફોર ટ્રાન્‍સફોર્મેશન... ગ્રીડ ની રચના ની જાહેરાત કરી હતી , ગ્રીટ ને કેન્‍દ્ર ના નીતિ આયોગની તર્જ ઉપર રાજ્‍યનું પોલિસી થિન્‍ક ટેન્‍ક બનાવવામાં આવ્‍યું , તેના અધ્‍યક્ષ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને ઉપાધ્‍યક્ષ નાણામંત્રી રાખવામાં આવ્‍યા , કળષિ, આરોગ્‍ય, શિક્ષણ અને ઉદ્યોગ મંત્રીઓ ને પણ ગર્વનિંગ બોડીમાં સ્‍થાન આપવામાં આવ્‍યું.

ગ્રીટનો મુખ્‍ય હેતુ જોઈએ તો, ગુજરાત માટે ‘‘ડેવલપમેન્‍ટ ગુજરાત @ ૨૦૪૭'' નું લાંબા ગાળાનું વિઝન તૈયાર કરવું અને વિવિધ વિભાગોની યોજનાઓનું વધુ વૈજ્ઞાનિક રીતે આયોજન કરવું, એટલે કે સરકાર હવે માત્ર પાંચ વર્ષના કાર્યકાને નહીં પરંતુ ૨૦૪૭ સુધીના ગુજરાતને ધ્‍યાનમાં રાખીને નીતિ બનાવવાની દિશામાં આગળ વધી રહી હતી.

ગ્રીટ અને આઈઆઈએમ  અમદાવાદનું જોડાણ

ડિસેમ્‍બર ૨૦૨૪માં ગ્રીટની પ્રથમ ગર્વનિંગ બોડી બેઠક મળી, આ બેઠકમાં ગ્રીટ અને આઈઆઈએમ અમદાવાદ વચ્‍ચે એમઓયુ કરવામાં આવ્‍યો, આઈઆઈએમ અમદાવાદની જાણકારી, નિષ્‍ણાતી અને સંશોધનનો ઉપયોગ રાજ્‍ય સરકારની વિવિધ યોજના ઓ અને નીતિઓ ના મૂલ્‍યાંકન માટે કરવાનો નિર્ણય થયો, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગ્રીટને સરકારની કલ્‍યાણકારી યોજનાઓની સોશિયલ ઇમ્‍પેક્‍ટ અને બેનિફિટ ડેટા એનાલિસિસ  કરવા ની દિશા માં કામ કરવા સૂચના આપી હતી , આ પગલું મહત્‍વનું એટલા માટે હતું કે સરકારની યોજનાઓ માત્ર કેટલી રકમ ખર્ચાઈ તેના આધારે નહીં પરંતુ લોકો ને ખરેખર કેટલો લાભ મળ્‍યો તેના આધારે પણ માપવાનો પ્રયાસ શરૂ થયો.

૨૦૨૫..  ‘‘અર્બન ડેવલપમેન્‍ટ વર્ષ''

ચોથા વર્ષના સૌથી મોટા વહીવટી નિર્ણયોમાંનો એક હતો , ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય, ગુજરાત સરકારે શહેરી વિકાસને વધુ ગતિ આપવા માટે ૨૦૨૫ને ખાસ શહેરી વિકાસ વર્ષ તરીકે આગળ ધપાવ્‍યું  જેનો મુખ્‍ય હેતુ હતો, રસ્‍તા, પાણી, ડ્રેનેજ, સ્‍ટ્રીટ લાઈટ, બગીચા ઓ, જાહેર સુવિધા ઓ , શહેરની સ્‍વચ્‍છતા, આયોજનબદ્ધ શહેરી વિકાસ વગેરે ક્ષેત્રો માં ઝડપથી કામ કરવું.

ગુજરાતમાં ૯ નવી મહાનગરપાલિકાઓ....

ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારનું ચોથા વર્ષ નું એક ઐતિહાસિક વહીવટી પગલું હતું  , ૯ નવી મહાનગરપાલિકા ઓ ની રચના, ૧ જાન્‍યુઆરી ૨૦૨૫ના રોજ ભૂપેન્‍દ્ર પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળેલી કેબિનેટ બેઠક માં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકા માં ફેરવવાનો નિર્ણય મંજૂર થયો, જેમાં વાપી, નવસારી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્‍દ્રનગર - વઢવાણ, મોરબી, પોરબંદર - છાયા, અને ગાંધીધામ શહેર નો સમાવેશ કરાયો, જેથી ગુજરાત માં મહાનગરપાલિકા ઓ ની સંખ્‍યા ૮ થી વધીને ૧૭ થઈ, આ નિર્ણય ખાસ કરીને નાના અને ઝડપથી વિકસતા શહેરોને વધુ નાણાકીય તથા વહીવટી સત્તા અને આયોજનબદ્ધ શહેરી વિકાસ આપવા માટે મહત્‍વનો હતો.

વાપી માટે પણ ઐતિહાસિક નિર્ણય....

આ સમગ્ર નિર્ણયમાં વાપી નું નામ પણ સામેલ હતું, વાપીને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય ભૂપેન્‍દ્ર પટેલ સરકારના ચોથા વર્ષની સૌથી મહત્‍વની સ્‍થાનિક વહીવટી ઘટનાઓમાં ગણાય, આથી વાપી અને આસપાસના વિસ્‍તારોમાં ભવિષ્‍યમાં, શહેરી આયોજન, રસ્‍તા, પાણી, ડ્રેનેજ, જાહેર સુવિધા ઓ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે વધુ વ્‍યાપક આયોજન કરવાની સંભાવના ઊભી થઈ.

નવી મહાનગરપાલિકાઓને રૂ.૨૦- રૂ.૨૦ કરોડ...

નવી બનેલી ૯ મહાનગરપાલિકાઓ માટે સરકાર માત્ર નામ બદલવા સુધી અટકી નહીં,  જૂની મહાનગરપાલિકાઓને નવી મહાનગરપાલિકાઓની મેન્‍ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી, દરેક નવી મહાનગરપાલિકા ને રૂ.૨૦ કરોડ ની ગ્રાન્‍ટ આપવા ની જોગવાઈ થઈ , જેનાથી રૂ.૧૦ કરોડ ラ વહીવટી ક્ષમતા અને ઓફિસ મજબૂત કરવા અને રૂ.૧૦ કરોડ ラ સ્‍વચ્‍છતા અને સુંદરતા માટે ફાળવવાના હતા .

વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ ラ રૂ.૩.૬૫ લાખ કરોડ , ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ ગુજરાતનું ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કર્યું , કુલ બજેટ કદ લગભગ રૂ. ૩.૬૬ લાખ કરોડ હતું, જ્‍યારે દેવાની ચુકવણી સહિત કુલ ખર્ચ લગભગ રૂ.૩.૬૬ લાખ કરોડ રહ્યો , દેવાની ચુકવણી બાદનો ખર્ચ રૂ.૩.૩૨ લાખ કરોડ અંદાજવામાં આવ્‍યો હતો , આ બજેટ માં ગુજરાતના ૨૦૨૫-૨૬ માટે ના GSDPનો અંદાજ રૂ.૨૯.૮૨ લાખ કરોડ રાખવામાં આવ્‍યો હતો.

 ૭. ગ્રોથ હબ

ગુજરાત ના છ આર્થિક કેન્‍દ્રો , ૨૦૨૫-૨૬ ના બજેટ માં રાજ્‍યના આર્થિક વિકાસ માટે છ  ગ્રોથ હબ  વિકસાવવા ની જાહેરાત કરવામાં આવી જેમાં, સુરત, અમદાવાદ, વડોદરા, કરછ, કોસ્‍ટલ સૌરાષ્‍ટ્ર અને  અન્‍ય પ્રાદેશિક વિસ્‍તારોને આર્થિક વળદ્ધિના કેન્‍દ્ર તરીકે વિકસાવવાનો અભિગમ રાખવામાં આવ્‍યો, આ નો હેતુ માત્ર અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં વિકાસ કેન્‍દ્રિત ન રહે પરંતુ પ્રાદેશિક સ્‍તરે નવા ઉદ્યોગ અને રોજગાર ના કેન્‍દ્રો ઊભા કરવાનો હતો.

વાહન કરમાં ફેરફાર

વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં મોટર વ્‍હીકલ ટેક્‍સ ના માળખા માં પણ ફેરફાર જાહેર થયો, અગાઉના ૮% અને ૧૨%ના અલગ સ્‍લેબને બદલે  , ૬%નો એકસરખો મોટર વ્‍હીકલ ટેક્‍સ લાવવાની જોગવાઈ કરવામાં આવી, સંપૂર્ણ બેટરી આધારિત વાહનો માટે ચૂકવાયેલા મોટર વ્‍હીકલ ટેક્‍સના ૫% સુધીની રિબેટની જોગવાઈ પણ કરવામાં આવી , આ પગલાને ઇલેક્‍ટ્રિક વાહનોને પ્રોત્‍સાહન આપવાના પ્રયાસ સાથે પણ જોડવામાં આવ્‍યું.

રોજગાર  ૫ લાખથી વધુ લોકોને તક

ચોથા વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગુજરાત સરકારે પોતાના ચાર વર્ષ ના સમગ્ર કાર્યકાળના રોજગારના આંકડા જાહેર કર્યા, જેમાં સરકારના જણાવ્‍યા મુજબ ૬,૫૪૭ ભરતી/રોજગાર મેળા દ્વારા ૫,૦૬,૭૪૧ લોકોને રોજગાર મળ્‍યો હતો, આ આંકડો આખા ચાર વર્ષ નો છે, એટલે તેને માત્ર ચોથા વર્ષની સિદ્ધિ તરીકે ગણવો યોગ્‍ય નથી,  પરંતુ ચોથા વર્ષના અંતે સરકારે રોજગાર સર્જન ને પોતાના સમગ્ર કાર્યકાળ ની મહત્‍વની ઉપલબ્‍ધિ તરીકે રજૂ કર્યું.

શિક્ષણ ラનમો લક્ષ્મી અને નમો સરસ્‍વતીનો વિસ્‍તાર

ત્રીજા વર્ષમાં શરૂ કરાયેલી નમો લક્ષ્મી અને નમો સરસ્‍વતી વિજ્ઞાન સાધના યોજના ચોથા વર્ષ દરમિયાન વધુ મોટા પાયે અમલમાં આવી , સરકારના જણાવ્‍યા પ્રમાણે ચોથા વર્ષ પૂર્ણ થતાં નમો લક્ષ્મી ૧૦.૪૯ લાખ થી વધુ વિદ્યાર્થિની ઓ ને રૂ.૧,૦૦૦ કરોડ થી વધુ સહાય અને નમો સરસ્‍વતી ૧.૫૦ લાખ થી વધુ વિદ્યાર્થી ઓ ને રૂ.૧૬૧ કરોડ થી વધુ સહાય આપવામાં આવી હતી , આ યોજના ઓ નો મુખ્‍ય હેતુ દીકરી ઓ નું શિક્ષણ ચાલુ રહે અને વિદ્યાર્થી ઓ માં વિજ્ઞાન પ્રવાહ પ્રત્‍યે રસ વધે તે હતો.

સેમિકન્‍ડક્‍ટર અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ક્ષેત્રે ચોથા વર્ષમાં વધુ મજબૂતી

ત્રીજા વર્ષ માં શરૂ થયેલી સેમિકન્‍ડક્‍ટર ક્રાંતિ ચોથા વર્ષ માં વધુ આગળ વધી ગુજરાત માં સેમિકન્‍ડક્‍ટર  ઇલેક્‍ટ્રોનિક, રિન્‍યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, એઆઈ જેવા નવા ક્ષેત્રો ને રાજ્‍ય ના ભવિષ્‍ય ના ઔદ્યોગિક વિકાસના મુખ્‍ય આધાર તરીકે રજૂ કરવામાં આવ્‍યું , ખાસ કરીને સાણંદ અને ધોલેરા જેવા વિસ્‍તારો ગુજરાત ના નવા ટેકનોલોજી મેન્‍યુફેક્‍ચરિંગ હબ તરીકે ઉભરવા લાગ્‍યા, આ પરિવર્તન નું મહત્‍વ એ છે કે ગુજરાત નું પરંપરાગત ઔદ્યોગિક મોડેલ હવે પેટ્રોકેમિકલ્‍સ અને ઓટોમોબાઇલ થી આગળ વધીને હાઈ-ટેક મેન્‍યુફેક્‍ચરિંગ તરફ જઈ રહ્યું હતું.

ગેરકાયદે દબાણો સામે મોટી કાર્યવાહી

ચોથા વર્ષના અંતે સરકાર દ્વારા સૌથી વધુ ચર્ચા માં આવેલો બીજો મુદ્દો હતો , ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી સરકારના જણાવ્‍યા મુજબ , અમદાવાદના ચંડોળા તળાવ વિસ્‍તારમાં લગભગ ૪ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી  દ્વારકામાં લગભગ ૧.૫૪ લાખ ચોરસ મીટર, સોમનાથમાં લગભગ ૪.૭૯ લાખ ચોરસ મીટર જમીન દબાણ મુક્‍ત કરવામાં આવી હોવાનો સરકારે જણાવ્‍યું હતું, આ કાર્યવાહીથી ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકારની છબીમાં  ‘‘મક્કમ અને નિર્ણાયક વહીવટ''નો મુદ્દો પણ જોડાયો.

ભ્રષ્ટાચાર સામે  ‘‘ઝીરો ટોલરેન્‍સ''

સરકારે ચોથા વર્ષના અંતે ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી અંગે પણ આંકડા જાહેર કર્યા જેમાં સરકારના જણાવ્‍યા મુજબ આશરે ૫૦ સરકારી અધિકારીઓ સામે ગેરરીતિ/ ભ્રષ્ટાચારના મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવી, સરકારનો સંદેશ સ્‍પષ્ટ હતો કે ‘‘ભ્રષ્ટાચાર સામે કોઈ સમાધાન નહીં.''

૧૫ લાખથી વધુ આવાસ

ભૂપેન્‍દ્રભાઇ પટેલ સરકારના ચાર વર્ષના કુલ કાર્યકાળના આંકડા અનુસાર ૧૫ લાખથી વધુ મકાનો બનાવવામાં આવ્‍યા હોવાનો સરકારનો દાવો હતો , આમાં કેન્‍દ્ર અને રાજ્‍યની વિવિધ આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

ડે કેર કેમોથેરેપી સેન્‍ટર્સ

ચોથા વર્ષના અંતે સરકારે આરોગ્‍ય ક્ષેત્રે ૩૫ ડે કેર કેમોથેરેપી સેન્‍ટર્સ શરૂ કરવાની સિદ્ધિ પણ રજૂ કરી, આ પ્રકારના કેન્‍દ્રોનો હેતુ કેન્‍સરના દર્દીઓને દરેક સારવાર માટે મોટા શહેરની હોસ્‍પિટલ સુધી વારંવાર જવું ન પડે અને નજીકના કેન્‍દ્રમાં સારવારની સુવિધા મળે તે હતો.

ગુજરાત એડમિન્‍સ્‍ટ્રીવ રિફોર્મસ કમિશન્‍સ

સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે ગુજરાત એડમિન્‍સ્‍ટ્રીવ રિફોર્મસ કમિશન્‍સ  ( જીએઆરસી ) ની  રચના પણ ભૂપેન્‍દ્રભાઇ પટેલના કાર્યકાળની મહત્‍વની સંસ્‍થાકીય પહેલ તરીકે સામે આવી અને જેનો હેતુ હતો , વહીવટ સરળ બનાવવો + પ્રક્રિયાઓમાં સુધારો + લોકો સુધી ઝડપી સેવા પહોંચાડવાનો હતો, આ પ્રકારના સુધારા ખાસ કરીને લાંબા ગાળાના ગુડ ગવર્નન્‍સના ભાગ રૂપે જોવામાં આવ્‍યા.

રિન્‍યુએબલ એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન

ત્રીજા વર્ષમાં શરૂ કરેલી રિન્‍યુએબલ એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન નીતિઓને ચોથા વર્ષ માં વધુ આગળ ધપાવવામાં આવી, ગુજરાત પાસે  વિશાળ દરિયાકાંઠો, કચ્‍છનું વિશાળ ભૂમિ ક્ષેત્ર સૌર ઊર્જાની ક્ષમતા પવન ઊર્જા ની સંભાવના હોવા ને કારણે રિન્‍યુએબલ એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર બનાવવાનો પ્રયાસ થયો, આ ક્ષેત્ર ભવિષ્‍ય માં ગુજરાત ના ઔદ્યોગિક રોકાણનું એક મોટું કેન્‍દ્ર બની શકે તે દિશામાં સરકાર કામ કરતી રહી.

૨૦૨૪ લોકસભા ચૂંટણી માં ભાજપ ને ૨૫, અને કોંગ્રેસને ૧ બેઠક

ચોથા વર્ષની સૌથી મોટી રાજકીય કસોટી હતી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી જેમાં ગુજરાત માં ભાજપે ૨૬ માંથી ૨૫ બેઠકો જીતી જ્‍યારે કોંગ્રેસે મા ૧ બનાસકાંઠા બેઠક જીતી,  જો કે આ પરિણામ ખાસ ચર્ચામાં આવ્‍યું કારણ કે ગુજરાત માં ભાજપે લાંબા સમય થી લોકસભા ની તમામ બેઠકો જીતવા ની પરંપરા બનાવી હતી , ૨૦૨૪ માં બનાસકાંઠાની જીતથી કોંગ્રેસે એક દાયકા બાદ ગુજરાત માં લોકસભાની બેઠક મેળવી, પરંતુ બીજી તરફ ભાજપે બાકીની ૨૫ બેઠકો જાળવી રાખી.

વિધાનસભાની પાંચ પેટાચૂંટણીઓમાં ભાજપની જીત

લોકસભા ચૂંટણી સાથે ગુજરાત ની પાંચ વિધાનસભા બેઠકો ની પેટાચૂંટણી પણ યોજાઈ, પોરબંદર, માણાવદર , વાઘોડિયા, ખંભાત , વિજાપુર આ પાંચેય બેઠકો ભાજપે જીતી ,આ પરિણામ બાદ ગુજરાત વિધાનસભા માં ભાજપની સંખ્‍યા ૧૬૧ સુધી પહોંચી હતી, એટલે લોકસભા માં એક બેઠક ગુમાવ્‍યા છતાં રાજ્‍યની વિધાનસભાની રાજકીય સ્‍થિતિ માં ભાજપ વધુ મજબૂત બન્‍યું.

વર્ષ ૨૦૨૫ની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી  ચોથા વર્ષના અંત તરફ ફરી મોટો રાજકીય સંદેશ ફેબ્રુઆરી ૨૦૨૫ માં ગુજરાતની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપે  ૬૮ નગરપાલિકાઓમાં મોટી જીત, જૂનાગઢ મહાનગરપાલિકામાં બહુમતી વિવિધ તાલુકા પંચાયતો માં જીત મેળવી  ઉપલબ્‍ધ પરિણામો મુજબ ભાજપે ૬૮ નગરપાલિકા ઓ માં થી ૬૨માં બહુમતી મેળવી અને જૂનાગઢ મહાનગરપાલિકા ની ૬૦ માંથી ૪૮ બેઠકો જીતી, આ પરિણામે રાજ્‍ય સરકાર માટે ચોથા વર્ષના અંતમાં પણ ભાજપની સંગઠનાત્‍મક તાકાતનો સંકેત આપ્‍યો.

ચોથા વર્ષનો મુખ્‍ય આંકડાકીય અહેવાલ

સરકારે ચાર વર્ષ પૂર્ણ થતાં રજૂ કરેલા આંકડા ઓ માં થી કેટલાક મહત્‍વના આંકડા જોઈએ તો  રોજગાર મેળા ૬,૫૪૭ , રોજગાર મેળા દ્વારા લાભ , ૫,૦૬,૭૪૧ લોકો નવા મકાનો ૧૫ લાખથી વધુ નમો લક્ષ્મી લાભાર્થી ૧૦.૪૯ લાખ+ દીકરીઓ, નમો લક્ષ્મી સહાય  રૂ.૧,૦૦૦ કરોડ + , નમો સરસ્‍વતી લાભાર્થી ૧.૫૦ લાખ+ વિદ્યાર્થીઓ, નમો સરસ્‍વતી માં સહાય રૂ.૧૬૧ કરોડ+ થી વધુ થઈ હતી. આમ ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારનું ચોથું વર્ષ મજબુતી થી પુર્ણ થયું અને પાંચમાં વર્ષ તરફ આગળ વધ્‍યું.

 

(2:26 PM IST)