News of Saturday, 18th July 2026
શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને પેપર લીક સામે અમદાવાદમાં જાગશે નવી સામાજિક ચેતના : દીયાબા રાજપૂત સંભાળશે ‘છાત્રોં કી ગૂંજ’ રાષ્ટ્રીય મહાઅભિયાનનું સ્થાનિક નેતૃત્વ
શિક્ષણ બચાવવા અને પેપર લીક જેવી ગંભીર ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓના અવાજને બુલંદ કરવા માટે NSUI ના પૂર્વ નેશનલ કોઓર્ડિનેટરની સિટી એમ્બેસેડર તરીકે મહત્વપૂર્ણ વરણી

રાજકોટ : શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને વિદ્યાર્થીઓના અધિકારો માટે દેશવ્યાપી લડત ચલાવતા રાષ્ટ્રીય સ્તરના મહાઅભિયાન ‘છાત્રોં કી ગૂંજ’ દ્વારા એક ચાવીરૂપ સંગઠનાત્મક જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત અમદાવાદ શહેરના ‘સિટી એમ્બેસેડર’ તરીકે દીયાબા રાજપૂતની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અગાઉ NSUI ના નેશનલ કોઓર્ડિનેટર તેમજ દિલ્હીના પ્રભારી તરીકે દિલ્હીના રાજકારણ અને સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલા દીયાબા રાજપૂત હવે અમદાવાદના વિદ્યાર્થીઓ અને આ જનઆંદોલન વચ્ચે એક મજબૂત સેતુ તરીકેની જવાબદારી સંભાળશે.
‘સેવ એજ્યુકેશન, સેવ યોર ફ્યુચર’ ના પાયાના સૂત્ર સાથે કાર્યરત આ આંદોલન માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ સામાજિક ચેતના જગાવવાનું માધ્યમ છે. આજના સ્પર્ધાત્મક સમયમાં પેપર લીક કાંડ અને શૈક્ષણિક માળખાની ખામીઓને કારણે હોનહાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં સામે ‘છાત્રોં કી ગૂંજ’ કટિબદ્ધતાથી અવાજ ઉઠાવી રહ્યું છે. આ અભિયાનનો સ્પષ્ટ સંદેશ છે કે ‘મેરિટ વિન્સ, નોટ લીક્સ’ એટલે કે શૈક્ષણિક ક્ષેત્રે ભ્રષ્ટાચારને બદલે માત્ર યોગ્યતાને જ પ્રાધાન્ય મળવું જોઈએ.
સિટી એમ્બેસેડર તરીકે દીયાબા રાજપૂત અમદાવાદમાં વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક હક્કો પ્રત્યે જાગૃત કરશે, શિક્ષણ સુધારણાની માંગ સાથે વિદ્યાર્થી સમુદાયને સંગઠિત કરી એક મંચ પર લાવશે અને સમસ્યાઓ સામે મૌન રહેવાને બદલે સક્રિય નેતૃત્વ પૂરું પાડશે. આ સાથે જ તેઓ પારદર્શી શિક્ષણ નીતિઓ માટે સરકાર સમક્ષ રજૂઆતો પણ કરશે.
નવી જવાબદારી સ્વીકારતાની સાથે જ દીયાબા રાજપૂતે અમદાવાદના તમામ વિદ્યાર્થીઓને ‘રેઝ યોર વોઈસ, બિલ્ડ ધ ફ્યુચર’ ના મંત્ર સાથે આ આંદોલનનો ભાગ બનવા માટે ખુલ્લી અપીલ કરી છે. આ જનઅભિયાન સાથે જોડાવા માટે વિદ્યાર્થીઓ 9873 03 6161 પર મિસ્ડ કોલ કરી શકે છે અથવા સત્તાવાર વેબસાઇટ chhatronkigoonj.in ની મુલાકાત લઈ શકે છે. યાદીના અંતમાં વિરલ ભટ્ટ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ સક્ષમ યુવા નેતૃત્વ હેઠળ અમદાવાદના વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
