News of Wednesday, 29th July 2026
સાગબારા રોડ પરથી ગે.કા ચાલતા બાયોડિઝલ પંપ સાથે એક શખ્શને રૂ.૨,૨૫,૦૦૦/- કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા
દસ્તક બાયો ડ્રોપ ઇન ફયુલ મહાબલી એન્ટરપ્રાઇઝની સાઇટ ખાતે કઝુમર (ડીઝલ) પંપની આડમાં શંકાસ્પદ પેટ્રોલીયમ વેચાણ કરતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ નાઓ દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિ ઓને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના ના આધારે કે.એ.વાળા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ. જી.શાખા, નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ એસ.ઓ.જી. શાખા, નર્મદા તથા એસ.ઓ.જી.શાખાના સ્ટાફના માણસો સાથે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓની બાતમી ના આધારે સર્વે નં.૬૯ સાગબારા રોડ, નાના કાકડીઆંબા ગામની સીમ, તા.સાગબારા જી.નર્મદા ખાતે આવેલ દસ્તક બાયો ડ્રોપ ઇન ફયુલ મહાબલી એન્ટરપ્રાઇઝ ખાતે (૧) હાર્દીકભાઇ રતિભાઇ હિરપરા( હાલ રહે, દસ્તક બાયો ડ્રોપ ઇન ફયુલ મહાબલી એન્ટર પ્રાઇઝની સાઇટ, સર્વે નં.૬૯, સાગબારા રોડ, નાના કાકડીઆંબા ગામની સીમ, તા.સાગબારા જી.નર્મદા મુળ રહે, લિલીયા, તા.વિસાવદર જી.જુનાગઢ ) નાઓએ ગેરકાયદેસર દસ્તક બાયો ડ્રોપ ઇન ફયુલ મહાબલી એન્ટરપ્રાઇઝની સાઇટ ખાતે કઝુમર (ડીઝલ) પંપની આડમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થનો બે હજાર પાંચસો (૨૫૦૦) લીટર, જેની કિ.રૂ.૨,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વાહનોમાં ઇધંણ તરીકે ભરવા સંગ્રહ કરી, કોઇપણ પરવાના કે વાંધા પ્રમાણપત્રો નહિ મેળવી, આગ અથવા સગળી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યુ આચરણ કરી, શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થ વાહનોમાં ઇંધણ તરીકે ભરવા માટે સંગ્રહ કરતા હોય તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સાગબારા પો.સ્ટે પો.સ્ટે માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીનું નામ :-
(૧) હાર્દીકભાઇ રતિભાઇ હિરપરા હાલ રહે, દસ્તક બાયો ડ્રોપ ઇન ફયુલ મહાબલી એન્ટર પ્રાઇઝ ની સાઇટ સર્વે નં.૬૯, સાગબારા રોડ, નાના કાકડીઆંબા ગામની સીમ, તા.સાગબારા જી.નર્મદા મુળ રહે,લિલીયા તા.વિસાવદર જી.જુનાગઢ
વોન્ટેડ આરોપીનું નામ :-
(૧) હર્ષ કિશોરભાઇ છોડવાડિયા રહે, બી-૧,૫૦૨ શ્રૃષ્ટી રેસીડેન્સી, વી-૧ નજીક સાઇ આસ્થા રેસીડેન્સી સાયણ રોડ, સુરત
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
