<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ભુમલીયા ગામના વ્યક્તિએ એક વિડીઓ બનાવી વોટ્સએપ પર મોકલી, હુ આત્મહત્યા કરૂ છુ તેમ કહેતા દોડાદોડી

કેનાલ પાસેથી તેમની બાઇક અને મોબાઈલ મળી આવતા, નર્મદા મેઇન કેનાલમા ઝેરી દવા પીને કુદી ગયાનો શક

( ભરત શાહ દ્વારા ) નર્મદા : પ્રાપ્ત વિગતો અનુસાર જાહેરાત આપનાર પાયલબેન ડો/ઓ રાજેશભાઇ તડવી (ઉ.વ.૨૨ )(રહે. નીશાળ ફળીયુ ભુમલીયા ગામ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) ના પિતા રાજેશભાઇ કંચનભાઇ તડવી (ઊ.વ.૪૧ )(રહે. નીશાળ ફળીયુ ભુમલીયા ગામ તા.ગરૂડેશ્વરજી. નર્મદા) નાઓ તા.૧૨/૦૯/૨૦૨૬ના રોજ બપોર ના કલાક-૧૨/૦૦ થી કલાક ૦૨/૦૦ વાગ્યાના અરસામાં કોઇ પણ સમયે પોતાના ઘરેથી કામ પર જાઉ છુ તેમ કહી ગયેલ અને જાહેરાત આપનારને વિડીઓ બનાવી વોટ્સએપ પર મોકલી,  હુ આત્મહત્યા કરૂ છુ તેવી હકીકત જણાવેલ જેથી આજુ બાજુ મા તપાસ કરતા નર્મદા મેઇન કેનાલ પર ગાડકોઇ ગામના બ્રિજ પાસે જાહેરાત આપનારના પિતાનુ સ્પલેન્ડર આઈ સ્માર્ટ મો.સા જેનો રજી.નંબર GJ 22 J 1467 તેમજ મોંબાઇલ મળી આવેલ, જાહેરાત આપનાર તથા સગા સંબંધીઓને તેમના પિતા નર્મદા મેઇન કેનાલમા ઝેરી દવા પી ને કુદી ગયાનો શક હોય એકતાનગર પોલીસે હાલમાં ગુમ થવા બાબતે નોંધ લઈ તપાસ હાથ ધરી છે. 
જોકે આજે એટલે કે બીજા દિવસે ગુમ થનાર રાજેશભાઈ તડવી જાતે પોલીસ મથકે હાજર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, અને તેઓ નર્મદા મેઇન કેનાલ પર ગાડકોઇ ગામના બ્રિજ પાસે પોતાની બાઇક અને મોબાઈલ મૂકી નજીકના જંગલ માં હતા તેમ પોલીસ ને જણાવ્યું હતું.

(9:42 PM IST)