તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ કેદીએ કાચા કામના 26 વર્ષીય કેદીનો ગળેફાંસો ખાઈ આપઘાત
મૃતક કેદી સામે હત્યા સહિતના ગંભીર ગુના નોંધાયેલા:વર્ષ 2022થી જેલમાં બંધ હતો:કેદીના મોતના પગલે સમગ્ર વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી

સુરત શહેરની સૌથી સુરક્ષિત ગણાતી લાજપોર સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કારણ કે આ જેલમાં વધુ એક કેદીએ આપઘાત કરી લીધો છે. અહીં બંધ એક કાચા કામના કેદીએ શંકાસ્પદ સંજોગોમાં આપઘાત કરી લેતાં જેલ પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે. અતિસુરક્ષિત ગણાતી જેલની અંદર કેદીએ આ પ્રકારનું અંતિમ પગલું ભરી લેતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ જેલ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ ઘટના વહેલી સવારે આશરે 4 વાગ્યાના સુમારે બની હતી. જેલના વોર્ડન અને અન્ય સુરક્ષા કર્મચારીઓ રાઉન્ડ પર હતા ત્યારે કેદી પોતાની બેરેકમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તાત્કાલિક તબીબી ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી બેરેકમાં રહેલા અન્ય કેદીઓમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
આપઘાત કરનાર 26 વર્ષીય કેદીની ઓળખ મનીષ કુર્મી પટેલ તરીકે થઈ છે. તે વર્ષ 2022થી સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. આરોપીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. મૃતક કેદી પર ભૂતકાળમાં હત્યા સહિતના અત્યંત ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. સુરત શહેરના પાંડેસરા અને સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની સામે IPC કલમ 302 હેઠળ હત્યાનો કેસ પણ ચાલી રહ્યો હતો.
મહત્વનું છે કે, જેલ પરિસરમાં કાચા કામના કેદીના મોતને પગલે જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. નિયમ મુજબ મેજિસ્ટ્રેટ કક્ષાની તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે. કેદીએ આટલું મોટું પગલું કયા માનસિક તણાવ કે સંજોગોમાં ભર્યું તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેલની બેરેકનું પંચનામું કરીને પોલીસે વધુ કાનૂની કાર્યવાહી તેજ કરી છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
