<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા શ્રમિકનું મોત

પરિવારજનોએ કંપની સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો: જ્યાં સુધી કંપની સંચાલકો યોગ્ય સહાય નહીં આપે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરવાની ચીમકી

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા શ્રમિકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. શ્રમિક લિફ્ટમાં જવા માટે દરવાજો ખોલી રહ્યા હતા તે દરમિયાન તેઓ નીચે પટકાયા હતા. આ જ સમયે લિફ્ટ પણ નીચે આવી જતાં શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના પગલે કંપની સંચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારનો દાવો છે કે, અકસ્માત બાદ શ્રમિકને સમયસર સારવાર ન મળતાં તેમનું મોત થયું હતું. 

 ઘટનાને પગલે પરિવારજનોએ કંપની સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો છે. મૃતકની દીકરીના લગ્નનો ખર્ચ કંપની સંચાલકો ઉઠાવે તેવી પરિવાર દ્વારા માગ કરવામાં આવી છે. સાથે જ જ્યાં સુધી કંપની સંચાલકો યોગ્ય સહાય નહીં આપે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે આ મામલે કંપનીની જવાબદારી અને બેદરકારી અંગે તપાસની માગ ઉઠી છે.

(11:28 AM IST)