તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ખેલ મહાકુંભની તૈયારીના ભાગરૂપે બોરીદ્રા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો
શાળાના મુખ્ય શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ રમત રમાડી ખેલ મહાકુંભની તૈયારી કરવામાં આવી

( ભરત શાહ દ્વારા )નર્મદા :ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ મોબાઇલ અને કોમ્પ્યુટર પાછળ દોડતા હોય છે ત્યારે ખેલ પ્રત્યે બાળકોની રુચિ કેળવાય અને બાળકો ખેલ તરફ આગળ વધે અને ખેલકૂદની દરેક સ્પર્ધામાં ભાગ લઈ દેશનું નામ રોશન કરે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે
ત્યારે આગામી સમયમાં નર્મદા જિલ્લામાં પણ ખેલ મહાકુંભ નુ આયોજન કરશે. આ ખેલ મહાકુંભની તૈયારીઓના ભાગરૂપે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ, જેવી રમતોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ વિશે માહિતિ આપવામાં આવી, સાથે જ શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આગામી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લે અને ઉત્તિર્ણ પ્રદર્શન કરે તે માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.ખેલ મહાકુંભની તૈયારીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર દરેક સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
