<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

મેન પાવર અને ટેકનોલોજીના સમન્‍વય દ્વારા સુરક્ષાચક્ર રચ્‍યું છેઃ નીરજ બડગુજજર

ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિકના માર્ગદર્શન હેઠળ પોલીસ તૈયારીઓ અંગે અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીની બાબતો અમદાવાદના જોઈન્‍ટ પોલીસ કમિશનર વર્ણવે છે ૨૨૦૦થી વધુ કેમેરા, ગત વર્ષની ઘટના સદર્ભે ગજરાજોની મુમેન્‍ટ ટ્રેક, થ્રિડી મેપિંગ, ડ્રોન દ્વારા નિરીક્ષણ, ૧૨૦ થી વધુ અધિકારીઓના સુપરવિઝન નીચે ફૂટ પેટ્રોલિંગ

રાજકોટ તા.૧: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માટે ભાવિક ભક્‍તો હિલોડે ચઢયા છે, પવિત્ર જળ યાત્રા બાદ ભગવાન જગ્‍ગાન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મામાંના ઘેર પધાર્યા છે.

બીજી તરફ કુંભ પછી સહુથી મોટા બંદોબસ્‍તવાળી આ રથ યાત્રા માટે સુરક્ષા વ્‍યવસ્‍થા માટેની રણનીતિનો અમલ અમારા મુખ્‍ય પોલિસ વડા સાથે અનુભવી ઇન્‍ચાર્જ પોલીસ કમિશનરના માર્ગદર્શન નીચે કરવામાં આવી રહયાનું સેક્‍ટર ૧ વડાનીરજ બડ ગુજ્જર દ્વારા અકીલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

રથયાત્રા માટે પોલીસે પુરતી તૈયારી કરી લીધી છે.ખાસ કરી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતી જળવાઈ રહે તે માટે ટેકનોલોજીનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવશે.જેથી સરળતાથી રથયાત્રાના દરેક પાસા પર નજર રાખી શકાય.ઉપરાંત ભક્‍તોને કોઈ તકલીફ ન પડે માટે પણ અલગથી આયોજન કરવામાં આવ્‍યુ છે. બીજી તરફ પોલીસે આજે જગન્નાથ મંદિરથી રાયપુર સુધી ફૂટ પેટ્રોલિંગ યોજ્‍યું હતું.

જેસીપી નીરજકુમાર બડગુજરની આગેવાનીમાં જગન્નાથ મંદિરથી લઈને રાયપુર સુધી વિશાળ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્‍યું હતું.જેમાં ડીસીપી, એસીપી સહિત ૧૨૦થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્‍યવસ્‍થાને સઘન બનાવવા માટે પોલીસ દ્વારા કડક ચકાસણી કરવામાં આવી રહી છે.તેમજ અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રૂટ પરના ભયજનક મકાનોની તપાસ કરવામાં આવશે.ભક્‍તોની સુરક્ષા સુનિヘતિ કરવા માટે ડ્રોન સર્વેલન્‍સ અને ધાબા ચેકિંગ જેવી કામગીરી પણ સતત ચાલુ રહેશે, જેથી કોઈ પણ અપ્રિય ઘટનાને અગાઉથી અટકાવી શકાય. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પણ પોલીસે ટેકનોલોજીનો સહારો લીધો.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. લાખોની સંખ્‍યામાં આવતા દર્શનાર્થીઓને અગવડતા ન પડે અને સુરક્ષાને લઈને કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે માટે ટેકનોલોજીનો પણ સવિશેષ ઉપયોગ કરવામાં આવશે. જેમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર ૨૨૦૦થી વધુ કેમેરા કાર્યરત કરવામાં આવ્‍યા છે. જેથી સમગ્ર રૂટ પર બાજ નજર રાખી શકાય.ઉપરાંત ગત વર્ષે બેકાબુ બનેલા ગજરાજો પર પણ જીપીએસની મદદથી ટ્રેક કરી નજર રખાશે. જેથી તેમની તમામ મુવમેન્‍ટ પર કડક નજર રખાશે. જેથી તેમની તમામ મુવમેન્‍ટ પર કંટ્રોલરૂમથી સીધી નજર રાખી શકાય. રથયાત્રામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પણ પોલીસે ટેકનોલોજીનો સહારો લીધો છે.

થ્રીડી મેપિંગ અને સુરક્ષા માટે ૫૦ જેટલા ડ્રોનનો ઉપયોગ

ભક્‍તોમાં દોડાદોડી ન થાય અને કોઈ અઘટિત બનાવો ન બને તે માટે થ્રીડી મેપિંગ દ્વારા કયા વિસ્‍તારમાં વધુ દર્શનાર્થીઓ છે અને કઈ જગ્‍યાએ રૂટ ખાલી છે. તે તમામ વસ્‍તુ પર નજર રાખવામાં આવશે.ઉપરાંત થ્રીડી મેપિંગ અને સુરક્ષા માટે ૫૦ જેટલા ડ્રોનનો પણ ઉપયોગ પોલીસ કરશે. જેથી કરીને રથયાત્રાના રૂટની આસપાસના તમામ વિસ્‍તારો પર પણ પોલીસ નજર રાખી શકશે.રથયાત્રાના સમગ્ર રૂટ પર ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમની સાથે મોબાઈલ કંટ્રોલ વાન પણ બનાવવામાં આવી છે.જેની મદદથી રથયાત્રાના રૂટના નજીકમાં રહીને જ તમામ ગતિ વિધિ પર નજર રાખી શકાય અને કોઈ પણ અઘટીત બનાવોને રોકી શકાય. તેમ અકિલા સાથેની વિશેષ વાત ચિતમાં જણાવ્‍યું હતું.

(2:29 PM IST)