તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 10th October 2026
બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ઘાંટા પાસે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત :બે પિતરાઈ ભાઈઓના મોત
- આદિવાસી સમાજના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા: સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના કપાસિયા ઘાંટા પાસે મોડી રાત્રે બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર આદિવાસી સમાજના બે પિતરાઈ ભાઈઓના કરૂણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.
મળતી માહિતી મુજબ અમીરગઢ વિસ્તારમાં કપાસિયા ઘાંટા નજીક મોડી રાત્રિના સમયે એક દુઃખદ અને કમકમાટીભર્યો અકસ્માત સામે આવ્યો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર આદિવાસી સમાજના બે પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઘવાયા હતા, જેમનું કરૂણ મોત નીપજ્યું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં જ આદિવાસી સમાજના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
બે પિતરાઈ ભાઈઓના અકાળે અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર અમીરગઢ વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
