<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

સુરતના લિંબાયતમાં વાહન ચેકિંગ દરમિયાન એક શખ્શ પાસેથી ધારદાર ચપ્પુ મળી આવતા ચકચાર

આરોપી ચપ્પુ લઈને ક્યાં જઈ રહ્યો હતો અને તેનો શું ઈરાદો હતો તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે

સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈસમ પાસેથી ધારદાર ચપ્પુ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. નિયમિત ચેકિંગ દરમિયાન પોલીસને શંકા જતાં તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેની પાસેથી ચપ્પુ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ચપ્પુ લઈને ક્યાં જઈ રહ્યો હતો અને તેનો શું ઈરાદો હતો તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. .

(7:24 PM IST)