News of Thursday, 26th November 2026
બારડોલી નજીક એક શ્રમજીવી પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાયાની ચોંકાવનારી ઘટનામાં વધુ એક મૃતદેહ મળ્યો
બારડોલીના સરભણ ગામ પાસે આવેલી નહેરમાંથી 3 વર્ષના પ્રથમેશ પાટીલનો મૃતદેહ મળી આવ્યો: સગાઓએ મૃતદેહની ઓળખ કરી

સુરત જિલ્લાના બારડોલી નજીક એક જ શ્રમજીવી પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાની ચોંકાવનારી ઘટનામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. બારડોલીના સરભણ ગામ પાસે આવેલી નહેરમાંથી 3 વર્ષના પ્રથમેશ પાટીલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના સગાઓએ મૃતદેહની ઓળખ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ મૃતદેહને નહેરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
