<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

અડાલજમાં દર્શનીય રથયાત્રાઃ ભુપેન્‍દ્રભાઈ, નરહરિ અમીન, અમિત ઠાકર વગેરે ભાવવિભોરઃ

રાજકોટ, અષાઢી બીજની રથયાત્રાના દિવસે અડાલજ ગાંધીનગર સ્‍થિત  શ્રી જગન્નાથ કલ્‍ચરલ એકેડમી એન્‍ડ રિસર્ચ સેન્‍ટર ઓરિસ્‍સા દ્વારા મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને શ્રી નરહરિ અમીન, (પૂર્વ સંસદ સભ્‍ય રાજ્‍યસભા)ના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને શ્રી અમિતભાઈ ઠાકર (ધારાસભ્‍ય શ્રી)ના વિશેષ ઉપસ્‍થિતિમાં જગન્નાથ મંદિરની સોનાના સાવરણીથી વાળવાની વિધિ છેરા પહરા  કરવામાં આવી અને ત્‍યારબાદ ભગવાન જગન્નાથના રથનું પ્રસ્‍થાન કરવામાં આવ્‍યું હતું. જગન્નાથ મંદિરથી નીકળેલ આ રથયાત્રા અન્નપૂર્ણા મંદિર અડાલજ ખાતે પહોંચી હતી. જ્‍યાં અન્નપૂર્ણાધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ અને અધ્‍યક્ષ શ્રી નરહરિ અમીન દ્વારા સ્‍વાગત અને દર્શન કરવામાં આવ્‍યા. તેમજ અંદાજિત ૧૫૦૦થી વધુ ભક્‍તો માટે અન્નપૂર્ણા ધામ ટ્રસ્‍ટ અને શ્રી સ્‍વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા ભક્‍તોને ખીચડી અને છાશનો પ્રસાદ આપવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે જગન્નાથ મંદિર (JCARC)  ના ચેરમેન શ્રી મહેશ્વર સાહુ, વ્‍યવસ્‍થાપન સમિતિના સભ્‍યો, ટ્રસ્‍ટીશ્રીઓ, ઓરિસ્‍સા સમુદાયના સભ્‍યો, જનસહાયક ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી વરૂણ અમીન, શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્‍ટ અડાલજના ચેરમેનશ્રી રવજીભાઈ વસાણી, હિમાંશુભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, પ્રગનેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, મંત્રી શ્રી ઉરેનભાઈ પટેલ, શ્રી મધુભાઈ વસાણી તેમજ અન્‍ય ટ્રસ્‍ટીઓ અને ભક્‍તજનો હાજર રહ્યા હતા

(2:16 PM IST)