<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

પોઇચા બ્રિજ પર બેફામ જતો ટેમ્પો એંગલમાં ઘૂસી ગયો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

વડોદરા અને રાજપીપળાને જોડતા શોર્ટકટ પોઇચા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ છે છતાં કેટલાક વાહનો ઘૂસાડવાનો પ્રયત્ન કરતા અકસ્માત સર્જાય છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા વડોદરા ને જોડતા શોર્ટકટ એવા પોઇચા બ્રિજનું હાલમાં સમારકામ ચાલુ હોય માટે ભારે વાહનો માટે આ પુલ ઉપરથી આવન જાવન બંધ કરવામાં આવી છે પરંતુ કેટલાક અજાણ્યા વાહન ચાલકો જોખમી રીતે પુલ પર ઘૂસી ગયા બાદ ત્યાં મરેલા લોખંડના એંગલ પણ જોયા વિના પુલ પાર કરવા જતા આખરે તેમના વાહન એંગલમાં ઠોકતા નુકશાન કરે છે, આવી જ એક ઘટના ગત રાત્રે પોઇચા પુલ પર બની જેમાં એક આઇશર ટેમ્પોના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પૂરપાટ હંકારી પુલ ઉપરથી પસાર કરવા જતા ત્યાં મારેલી એંગલ સાથે ટેમ્પો ધડાકાભેર અથડાતા એંગલ તૂટી ને સીધી ટેમ્પો માં ઘૂસી ગઈ જેમાં ટેમ્પો ને નુકશાન થયું પરંતુ કોઈ જાનહાનિ કે કોઈને ઇજા થઈ ન હતી. 

સવાલ એ ઉભો થાય છે કે પુલ ના બંને છેડે પોલીસ તૈનાત હોવી જોઈએ પરંતુ જાણવા મળ્યા મુજબ ઘટના સમયે કોઈ પોલીસ ન હતી તો કેમ પોલીસ કર્મીઓ હાજાર નહીં હતા..? ટેમ્પો ચાલક પોલીસ નહીં હોવાના કારણે પુલ ઉપર ઘૂસ્યો હતો, માટે વારંવાર થતા આવા અકસ્માત માટે જવાબદાર કોણ, પોલીસ કે વાહનચાલક..? શું આ પુલ ની કામગીરી કોઈનો ભોગ લીધા બાદ પૂર્ણ થશે..? તેવા સવાલ હાલ લોકોમાં છે.

(12:57 AM IST)