News of Thursday, 18th June 2026
અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમના કારણે રાજ્યના હવામાનમાં પલટો:દરિયાઇ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે
રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદી માહોલ છવાઇ શકે:23થી 25 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા

અમદાવાદ : હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, રવિવારથી એટલે કે 21 જૂનથી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે રાજ્યના હવામાનમાં 18 જૂનથી પલટો જોવા મળી શકે છે. જેના પગલે દરિયાઇ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
આગામી 21 જૂનથી રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં પણ વરસાદી માહોલ છવાઇ શકે છે. 23થી 25 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
