તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ધો.૪ના વિદ્યાર્થીએ વિદ્યાર્થિની સામે ‘આઈ લવ યુ' લખેલી ચિઠ્ઠી ફેંકી
આચાર્ય, શિક્ષિકાએ ઠપકો આપી ફૂટપટ્ટી મારતા વિદ્યાર્થીના વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ તા.૨૨: સીટીએમ પાસેની બ્રાઈટ અંગ્રેજી માધ્યમની સ્કૂલની મહિલા શિક્ષિકાએ ધોરણ ૪ના વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર માર્યો હતો. વિદ્યાર્થીએ ક્લાસ રૂમમાં એક વિદ્યાર્થિની સામે આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી ફેંકી હતી.જે ચિઠ્ઠી શિક્ષક પાસે પહોંચતા જ શિક્ષક અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઠપકો આપી માર માર્યો હોવાનો વિદ્યાર્થીની માતાએ આક્ષેપ કર્યો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે મહિલા શિક્ષિકા અને પ્રિન્સિપાલ સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
સીટીએમ ખાતે આવેલી બ્રાઈટ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ધોરણ ૪માં ફરિયાદી મહિલાનો પુત્ર અભ્યાસ કરે છે. તા. ૧૯-૦૯-૨૦૨૬ના રોજ સગીર વિદ્યાર્થી સ્કૂલે ગયો હતો. ત્યારે વર્ગખંડમાં એક વિદ્યાર્થિની સામે કાગળમાં આઈ લવ યુ લખીને ચિઠ્ઠી ફેંકી હતી. આ ચિઠ્ઠી ક્લાસરૂમમાંથી મળી આવતાં, શાળાના સંબંધિત શિક્ષકે વિદ્યાર્થીની કડકાઈથી પૂછપરછ કરી હતી. પૂછપરછ કરીને મહિલા શિક્ષક સીમાબેહન અને પ્રિન્સિપાલ ઈન્દ્રજીત મોર્યએ સગીર વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને આવેશમાં આવીને ફૂટપટ્ટી વડે માર માર્યો હતો. બીજીતરફ વિદ્યાર્થી ઘરે જઈને રૂમમાં પૂરાઈને રડતો હતો. માતાએ પૂછપરછ કરતાં સ્કૂલમાં શિક્ષકા અને પ્રિન્સીપાલે માર માર્યો હોવાની વાત માતાને કરી હતી. જેને લઈને તેની માતાએ તેમના પુત્રને ફૂટપટ્ટીથી માર માર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી. જેથી રામોલ પોલીસે જુવેનાઈલ જાસ્ટિસ એક્ટની કલમ ૭૫,૮૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
