<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સુરતના વરાછા વિસ્તારમાંથી ધોરણ-7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભણતર અને ટ્યુશનના ભારથી કંટાળીને ઘર છોડીને ચાલ્યો ગયો

વિદ્યાર્થી ટ્યુશનમાંથી નીકળ્યા બાદ સીધો મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો :રેલવે પોલીસની મદદથી મહારાષ્ટ્રના દહાણું રોડ રેલવે સ્ટેશન પરથી બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો

સુરતના વરાછા વિસ્તારમાં માતાપિતા માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. ધોરણ-7માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી ભણતર અને ટ્યુશનના ભારથી કંટાળીને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. વિદ્યાર્થી ટ્યુશનમાંથી નીકળ્યા બાદ સીધો મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો હતો. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસના આધારે રેલવે પોલીસની મદદથી મહારાષ્ટ્રના દહાણું રોડ રેલવે સ્ટેશન પરથી બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. બાળક હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે આ ઘટના બાળકો પર વધતા અભ્યાસના દબાણ અંગે માતાપિતા માટે ચેતવણીરૂપ બની છે.

(6:40 PM IST)