<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન અચાનક કેટલાક શખ્સો વચ્ચે મારામારી થતાં નાસભાગનો માહોલ

-- મારામારીની ઘટનાને પગલે સ્થળ પર લોકોની ભીડ પણ ઉમટી પડી:સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન અચાનક બબાલ સર્જાઈ હતી. યાત્રા દરમિયાન અજાણ્યા કારણોસર કેટલાક શખ્સો વચ્ચે મારામારી થતાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. મારામારીની ઘટનાને પગલે સ્થળ પર લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન કેટલાક શખ્સો મારામારી કરતા જોવા મળી રહ્યા છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:43 PM IST)