તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
હિંમતનગરના પાણપુર પાટીયા પાસે RTO ઓફિસ નજીક કેળાના કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ લાગી
દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દેખાયા: આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

હિંમતનગરના પાણપુર પાટીયા પાસે RTO ઓફિસ નજીક આવેલા એક કેળાના કોલ્ડ સ્ટોરેજમાં આજે રાત્રે અચાનક આગ લાગી હતી. આગ એટલી તીવ્ર હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દેખાયા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..
આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ટીમ આગ વધુ ન ફેલાય તે માટે ભારે પ્રયાસ કરી રહી છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ નુકસાન અને આગના સાચા કારણની વિગતો સામે આવશે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
