તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 5th November 2026
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી કારમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠ્યા બાદ ગણતરીની સેકન્ડોમાં જ ભયાનક બ્લાસ્ટ થતાં કારના બોનટ અને પતરાં હવામાં ચિંદડીઓની જેમ ફંગોળાઈને ઊડ્યા:૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મધરાતે બોમ્બ વિસ્ફોટ જેવો પ્રચંડ અવાજ થતાં જ આજુબાજુના રહીશોમાં ભારે અફડાતફડી અને ભાગદોડ: કારના ઉડતા પતરાં અને આગના ગોટા જોઈને લોકોના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરના અતિ-ગીચ અને અતિ-સંવેદનશીલ ગણાતા નવાયાર્ડ વિસ્તારમાંથી મધ્યરાત્રિએ યુદ્ધ જેવો ખૌફનાક માહોલ સર્જતી એક અત્યંત ચોંકાવનારી, ભયાનક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! મોડી રાત્રે શાંત વાતાવરણ હતું ત્યારે નવાયાર્ડમાં ઊભેલી એક કારમાં અચાનક શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર વિકરાળ આગ ફાટી નીકળી હતી.
ફતેગંજ પોલીસ સ્ટેશનની પાછળ નવા યાર્ડ વિસ્તારમાં ગઈકાલે મધરાત બાદ બનેલા બનાવો અંગે ચોક્કસ વિગતો જાણવા મળી નથી. પરંતુ પ્રાથમિક તબક્કે કારમાં આગ લાગ્યા બાદ ગેસ લીકેજ થવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે.
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કારના પતરા ઉડ્યા હતા અને એક મહિલા સહિત બે જણાને ઇજા પહોંચી હતી. થોડીવાર માટે નાશ ભાગ પણ મચી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ આવી જતા સ્થિતિ સંભાળી હતી. પોલીસે આગ લાગવાનું અને બ્લાસ્ટ થવાનું કારણ જાણો ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવા તજવીજ હાથ ધરી છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
