<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

દાહોદના દેવગઢ બારીયાના મેન્દ્રા ચોકડી પાસે એસટી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ

એસટી બસમાં આગ લાગતા જ ડ્રાઇવર સહિત કંડકટર તેમજ અન્ય પેસેન્જર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા

દાહોદના દેવગઢ બારીયાના મેન્દ્રા ચોકડી પાસે મોડી રાત્રે ST બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાથી દેવગઢ બારીઆ તરફ આવતી સરકારી ST બસમાં અચાનક આગ લાગી હતી  એસટી બસમાં આગ લાગતા જ ડ્રાઇવર સહિત કંડકટર તેમજ અન્ય પેસેન્જર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા જોત જોતા માં બસમાંથી આગના ગોટેગોટા નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો 

  આગની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું જોકે ફાયર પહોંચ તે પહેલા જ બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી  એસટી બસમાં આગ લાગવાના બનાવને લઈ પોલીસ તંત્ર તેમજ એસટી વિભાગ ઘટના સ્થળે આગની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ જેવા દૃશ્યો સર્જાયા હતા.  ઘટનાની જાણ થતાં ડેપો મેનેજર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.એસટી બસ માં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે આગ ની ઘટના માં કોઈ જાન હાનિ નહીં

(5:47 PM IST)