News of Thursday, 5th November 2026
ભરૂચના ઝઘડિયામાં જેટકોના 66 KB રાંદેરી સબ સ્ટેશનમાં અચાનક આગ ભભૂકી : અફરાતફરી
સબ સ્ટેશનમાં આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં જેટકોના 66 KB રાંદેરી સબ સ્ટેશનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સબ સ્ટેશનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ, સબ સ્ટેશનમાં આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અચાનક સર્જાયેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
