<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

પંચમહાલના મોરવા હડફ પંથકમાં વાતાવરણમાં અચાનક મોટો પલટો: ભારે ધૂળિયું વાવાઝોડું ત્રાટક્યું: વીજ પુરવઠો ખોરવાયો

ભારે પવનના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથકમાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજ પડતાની સાથે જ વિસ્તારમાં ભારે ધૂળિયું વાવાઝોડું ત્રાટક્યું હતું.ભારે પવનના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની તીવ્રતાને કારણે પંથકનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આ વાતાવરણને જોતા પંથકમાં હવે વરસાદના આગમન જેવો માહોલ સર્જાયો છે, જેનાથી કાળઝાળ ગરમીમાં રાહત મળવાની આશા છે.

(11:44 PM IST)